ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદમાં મગફળીને પાણી પીવડાવતી વખતે ખેતરમાં ત્રાટકી વીજળી, માતા અને 4 વર્ષીય પુત્રનું મોત

હવામાન / હળવદમાં મગફળીને પાણી પીવડાવતી વખતે ખેતરમાં ત્રાટકી વીજળી, માતા અને 4 વર્ષીય પુત્રનું મોત

Published By: Hiralal Parmar
Reported By: Vishal Jaishwal

Last Updated: 06:33 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની સાથે જ આકાશી વીજળીનો હાહાકાર જોવા મળ્યો હતો જેમાં એક બાળક સહિત 2 લોકોના મોત થયા હતા.

ADVERTISEMENT

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. આ સાથે આકાશી વીજળી આફત બનીને ત્રાટકી છે. હળવદના માથક ગામની સીમમાં વિજળી પડવાથી માતા પુત્રના મોત હતા. ખેત શ્રમિક મનકુબેન નાયકા (28) શ્યામ રાકેશ નાયકા મગફળીમાં પિયત કરતા હતા અને આ દરમિયાન વીજળી ત્રાટકી હતી જેમાં બન્નેના મોત થયા હતા. બંનેના મૃતદેહને ચરાડવા હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા તથા ઘટના અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

લાંબા વિરામ બાદ ફરી વરસાદ

કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભચાઉના વાંઢીયામાં વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકોને રાહત મળી હતી, જ્યારે રાપરના ચિત્રોડ અને ગેડી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકાના ખેંગારપર, સુવઈ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. વરસાદ બાદ કેટલાક માર્ગો પર પાણી વહી નીકળતા રસ્તાઓ ભીના બન્યા હતા. બીજી તરફ નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામમાં પણ વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ

હળવદ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ

હળવદ પંથકમાં દોઢ મહિના જેટલા લાંબા વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. દિવસભર વાદળછાયું અને વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી. હળવદ શહેર ઉપરાંત ઘનશ્યામપુર, સાપકડા, ભલગામડા, માનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Halvad rain gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ