ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ, પકવાન અંડરપાસથી થલતેજ સુધી 2 કિમી ટ્રાફિકજામ, અનેક વિસ્તારો જળબંબાકાર
8 ફોટો ગેલેરી
Last Updated: 11:03 AM, 14 September 2026
1/8
અમદાવાદ શહેરમાં આજે ફરી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરમાં સામાન્ય વરસાદ પડતાં જ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. નારોલ-અસલાલી હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/8
અમદાવાદના ઇસનપુર અને નારોલના બંને મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયું છે. નારોલ ચાર રસ્તા પર સ્થિતિ એવી બની છે કે વરસાદી પાણી દુકાનોના સટર સુધી પહોંચી ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક વેપારીઓની સાથે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાતા શહેરના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
3/8
ઓઢવ ફાયર સ્ટેશન ચાર રસ્તા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર મોટી માત્રામાં પાણી ભરાતા વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. પાણીમાંથી વાહનો પસાર કરવામાં આવતા અનેક વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ વાહનચાલકોને મુખ્ય રસ્તા પર ભરાયેલા પાણીથી બચવા માટે BRTS ટ્રેકમાંથી વાહન પસાર કરવાની ફરજ પડી રહી છે.
4/8
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સોનીની ચાલીથી ઓઢવ જવાના માર્ગ પર પણ પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત વસ્ત્રાલ, ઓઢવ અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ ધીમો પડ્યો છે.
ADVERTISEMENT
5/8
વસ્ત્રાલ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે.
6/8
સવારના સમયે વરસાદ શરૂ થતાં કામધંધે જતા લોકો પણ અટવાઈ ગયા હતા. ઓફિસ અને અન્ય કામ માટે ઘરેથી નીકળેલા લોકોને રસ્તા પર પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જ્યારે કેટલાક રસ્તાઓ પર પાણીનું પ્રમાણ વધતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. પકવાન અંડરપાસથી થલતેજ સુધી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે. વરસાદના કારણે વાહનોની ગતિ ધીમી પડતા અને રસ્તા પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે. જેના કારણે વાહનચાલકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં વધુ સમય લાગી રહ્યો છે.
ADVERTISEMENT
7/8
વરસાદ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને તેની સાથે વરસાદ પડતા શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલી પડી હતી. ખાસ કરીને સવારના સમયે રસ્તા પર વાહનોની સંખ્યા વધુ હોવાના કારણે વરસાદ અને ઓછી વિઝિબિલિટીએ મુશ્કેલીમાં વધારો કર્યો હતો.
8/8
એક તરફ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. નારોલ-અસલાલી હાઈવે, ઇસનપુર-નારોલ રોડ, ઓઢવ ફાયર સ્ટેશન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. નારોલ ચાર રસ્તા પર દુકાનોના સટર સુધી પાણી પહોંચતા વેપારીઓ માટે પણ ચિંતા વધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ