ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / એક બાજુ ઓપરેશન ગંગાજળના વખાણ, બીજી બાજુ મંત્રીજીએ ભ્રષ્ટાચારને લઈ બળાપો કાઢ્યો, જાણો ગાંધીનગરની ગલીઓમાં ચર્ચાતી વાતો
Last Updated: 10:05 AM, 14 September 2026
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ઓપરેશન ગંગાજળ હેઠળ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને સરકારે પાણીચું પકડાવી દીધું છે. જેને સરકારના ભ્રષ્ટાચાર દૂર કરવાના ગંભીર પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાદાના આ જ નિર્ણયના જાહેર મંચ પરથી વખાણ કર્યા અને મક્કમ નિર્ણયમાંનો એક ગણઆવ્યો. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જાહેર સભામાં તેમણે કહ્યું,"અધિકારીને ખબર પણ નથી હોતી અને તેની સામે કાર્યવાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદેશ આપે છે. ઓપરેશન ગંગાજળ હેઠળ અનેક અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે. અને કોઈને પણ સરકાર છોડતી નથી." આ જ સંબોધન દરમિયાન0 સરકાર નવરાત્રિ દરમિયાન ગરબા રમવાની છૂટ આપે છે તેવું પણ જાહેર મંચ પરથી કહ્યું હતું.
ADVERTISEMENT
સરકાર ભલે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરતી, ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને હાંકી કાઢવાના ગાણા ગવાતા, પરંતુ સરકારના એક મંત્રીજી જ ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે. એક પૂર્વ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ પર ચર્ચા દરમિયાન મંત્રીજીએ કહ્યું કે લોકોની કહેણી અને કરણીમાં ફરક હોય છે. કોઈ જવાબદારીમાં જોડાતા પહેલા લોકો ખૂબ મોટી વાતો કરતા હોય છે, પરંતુ સત્તામાં આવતા જ જે-તે વ્યક્તિ ના સૂર અને કામ કરવાની રીત બદલાય છે. પહેલાં તે જે હતો તેના કરતા બિલકુલ વિપરિત સ્વભાવ માં કામ કરતા જોવા મળે છે જેના કારણે સરકારે પણ નીચું જોવાનો વારો આવે છે. આ મંત્રીજી સામાન્ય જિલ્લા કક્ષાથી એક સામાન્ય કાર્યકર અને જિલ્લા પંચાયત માં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, તેમની આ વાતે ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય સાથે સહમતી બતાવી હતી.
ADVERTISEMENT
સાપ જાય અને લિસોટા રહી જાય, એમ વિધાનસભાનું 3 દિવસનું 'લાંબુ' સત્ર ભલે પુરુ થઈ ગયું, પણ એમાં બનેલી ઘટનાઓના પડઘા હજી પડી રહ્યા છે. દિલ્હીમાં જંતર મંતર જેન ઝીના આંદોલન બાદ કોંગ્રેસ વિધાનસભામાં ભાજપને ઘેરવા માટે તૈયાર હતી. પરંતુ એના બદલે એવું બન્યું કે કોંગ્રેસ પોતે જ ડિફેન્સ મોડમાં આવી ગઈ. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલના વંદે માતરમ્ ગીતમાં બેસી જવાના મામલાનો ભાજપે જબરજસ્ત વિરોધ કર્યો. કોંગ્રેસે પોતે જ જાણે ભાજપને મુદ્દો આપ્યો! ભાજપને દબાણમાં લાવવાના વ્યુહ સાથે ગૃહમાં આવેલા કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે સ્પષ્ટતા આપવામાંથી જ ઉંચા ન આવ્યા વંદે માતરમ પર ઈમરાન ખેડાવાલા ની ઘટના બાદ હવે ભવિષ્યમાં પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ ફીક્સમાં મુકાશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસને દબાણમાં લાવતી ભાજપ સરકાર અધિકારીઓનું કંઈ કરી નથી શક્તી. વિધાનસભા સત્ર સમયે અધિકારીઓની ગેરહાજરી આ વખતે પણ આંખે ઉડીને વળગી રહી છે. ચોમાસા સત્ર દરમિયાન ફરીએકવાર વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓને ટકોર કરી બેસાડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગત્યની બાબતો પર વિગતો આપતા સમયે જ કેટલાક અધિકારીઓ ગેલેરીમાંથી ઉભા થઈ ચાલવા લાગ્યા હતા, જો કે અધ્યક્ષ શંકર ચૌધરીએ નોંધ લેતા તેમણે તમામ અધિકારીઓને પરત બોલાવ્યા હતા અને પ્રશ્નોત્તરી કાળ બાદ વિધાનસભામાંથી નીકળી ન જવા ટકોર કરી હતી. વિધાનસભાના પ્રથમ સત્રથી જ અધ્યક્ષ અધિકારીઓ ને હાજર રહેવા સૂચના આપતા રહ્યા હતા, પરંતુ વારંવાર અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. આ બાદ પણ શિક્ષણ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે અધિકારીઓ હાજર ન રહેવા બાબતે સરકાર નું ધ્યાન દોર્યું હતું, જેને મંત્રી જીતુ વાઘાણીએ પણ સમર્થન આપ્યું હતું. લાગે છે અધિકારીઓ સરકારનું ગાંઠતા નથી.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે, લાગે છે એ પહેલા ભાજપમાં ઘણા સમીકરણો બદલાઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. સહકાર ક્ષેત્રે રાદડીયા પરિવારે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. લોધિકા સંઘની ચૂંટણીના પરિણામો એક સાથે અનેક સંકેત આપી રહ્યા છે. કેટલાક લોકો માટે આ બે નેતાઓ વચ્ચેની લડાઈ છે, તો કેટલાક પક્ષની શિસ્ત સામે સવાલ કરી રહ્યા છે. કારણ કે સહકાર ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને મ્હાત આપવામાં ફરી એકવાર જયેશ રાદડિયા ફરી સફળ રહ્યા છે. અગાઉ ઈફ્કોની ચૂંટણી માં પણ આ જ સ્થિતિમાં જયેશ રાદડિયાએ બાજી મારી હતી. ફરી એકવાર સૌરાષ્ટ્રમાં સહકારી સંઘ માં ભાજપ ની રણનીતિ ઉંધી પડી છે, તો બીજી તરફ ધોળકા માં એપીએમસીમાં ત્રીસ વર્ષ પછી કોંગ્રેસની પેનલ જીતી જ્યારે ઈડરમાં ભાજપ ની સામે તેમના જ આગેવાનોની અપક્ષ પેનલનો વિજય થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષના નવા સમીકરણો રચાતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર બધાના 80sના ફોટા જોવા મળ્યા, અલબત્ત એઆઈથી બનાવેલા. આમાં કેટલાક અધિકારીઓ પણ પાછળ નથી રહ્યા, તેમણે પણ વહેલી ગંગામાં ઝંપલાવી દીધું. રાજ્યના એક પૂર્વ ડીજીપીએ પણ ફેસબુક પર 80ના દાયકાના લૂકનો ફોટો
ADVERTISEMENT
મૂક્યો. જો કે અહીં જુદી વાત એ હતી કે તેમણે એઆઈથી બનાવેલો નહીં, પણ પોતાનો ઓરિજિનલ ફોટો પોસ્ટ કર્યો.
ગુજરાત યુનિવર્સિટી અને વિવાદોને જન્મોજનમનો નાતો રહ્યો છે. આ વખતે પૂર્વ વીસી ડૉ.નીરજા ગુપ્તા પર ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. જો કે, વિવાદ થવો અને ઉભો કરવો અલગ બાબતો છે. પૂર્વ વીસી પર ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ તપાસ કમિટી પણ બની છે. આક્ષેપો અને તપાસની વચ્ચે ક્યાંક એવો ગણગણાટ પણ છે કે કેટલાક લોકો યુનિવર્સિટી પર પંજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ રાજકીય નેતાઓ હાવી થવાની કોશિશ કરી ચૂક્યા છે, ત્યારે આ વખતે પણ વહેતી ગંગામાં અનેક નેતાઓ હાથ ધોઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ ચોક્કસ લોકોને ઉંચા પગાર પર રાખી ભ્રષ્ટાચાર ની કેટલીક બાબતોમાં પણ તથ્ય હોવાનું સામે આવી રહ્યું છે. આ વખતે જેન ઝી દ્વારા આ મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે, જે પછી તપાસના આદેશ અપાતા ગુજરાતમાં જેન ઝીની જીત તરીકે આખી ઘટનાને જોવાઈ રહી છે. સરવાળે જ્ઞાનની જગ્યા રાજકીય અખાડામાં ફેરવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.