ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશોત્સવના 10 દિવસ આ 4 રાશિઓ માટે રહેશે ખાસ, ગણેશજીની કૃપાથી શરૂ થશે ‘ગોલ્ડન ટાઈમ’!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ગણેશોત્સવના 10 દિવસ આ 4 રાશિઓ માટે રહેશે ખાસ, ગણેશજીની કૃપાથી શરૂ થશે ‘ગોલ્ડન ટાઈમ’!

Last Updated: 10:15 AM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશ ચતુર્થી સાથે ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આગામી 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં રહેલા વિઘ્નો અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે. જ્યોતિષ અનુસાર આ સમય 4 રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે.

1/7

photoStories-logo

1. ગણેશજીની આ 4 રાશિઓ પર કૃપા!

ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને રિદ્ધિ-સિદ્ધિના સ્વામી માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર ગણેશજીની કૃપા તમામ 12 રાશિઓ પર રહે છે, પરંતુ આ ગણેશોત્સવ દરમિયાન મેષ, મિથુન, મકર અને મીન રાશિના જાતકોને વિશેષ લાભ મળવાની શક્યતા છે. તેમના અટકેલા કામોમાં ઝડપ આવી શકે છે અને કારકિર્દી તથા આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના સ્વામી મંગળ છે. ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોમાં બુદ્ધિ, સાહસ અને આત્મવિશ્વાસ વધવાની માન્યતા છે. ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન લાંબા સમયથી અટકેલા કામોમાં અચાનક ઝડપ આવી શકે છે.નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. વેપારીઓને નવા સોદા મળવાથી સારો નફો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના સ્વામી બુધ છે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ અને સંવાદ સાથે જોડવામાં આવે છે અને ભગવાન ગણેશ સાથે પણ તેનો સંબંધ માનવામાં આવે છે. તેથી ગણેશોત્સવનો સમય મિથુન રાશિના જાતકો માટે સારો રહી શકે છે.આ સમય દરમિયાન તમારી વાતચીત કરવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં સુધારો થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટી ડીલ મળવાની તક મળી શકે છે. નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સાનુકૂળ પરિણામ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ગણેશોત્સવ દરમિયાન અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે. લાંબા સમયથી કોઈ કામમાં મુશ્કેલી આવી રહી હોય તો તેમાં રાહત મળી શકે છે. નકારાત્મકતા દૂર થતાં આત્મવિશ્વાસ પણ વધશે.આર્થિક બાબતોમાં સુધારો જોવા મળી શકે છે અને અચાનક ધનલાભની તક પણ મળી શકે છે. જો જમીન-મકાન અથવા કોર્ટ-કચેરી સાથે જોડાયેલો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં તમારા પક્ષમાં પરિણામ આવવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મીન રાશિ

મીન રાશિના સ્વામી ગુરુ એટલે કે બૃહસ્પતિ છે. ગણેશ ચતુર્થી દરમિયાન ભગવાન ગણેશની આરાધના આ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. આગામી 10 દિવસમાં સામાજિક પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થઈ શકે છે.પરિવારમાં કોઈ માંગલિક અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગણેશોત્સવમાં ગણેશજીને પ્રસન્ન કરવાના ઉપાય

ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી શુભ માનવામાં આવે છે. દરરોજ ગણેશજીને 21 દુર્વા અર્પણ કરી શકાય છે. દુર્વા ગણેશજીને ખૂબ પ્રિય હોવાનું ધાર્મિક માન્યતા છે.પૂજા દરમિયાન ભગવાન ગણેશને તેમના પ્રિય મોદક અથવા મોતીચૂરના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. ભક્તિભાવથી કરવામાં આવેલી આ પૂજાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય તેવી માન્યતા છે.આ ઉપરાંત દરરોજ 108 વખત ગણેશ ગાયત્રી મંત્ર અથવા ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરી શકાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મંત્રજાપથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2026 Ganesh Ji Blessings Ganeshotsav 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ