ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8માં પગારપંચની આ સ્કીમમાં થશે મોટો ફેરફાર! જાણો કેન્દ્રીય કર્મચારીઓને શું ફાયદો થશે?

ખાસ કામનું / 8માં પગારપંચની આ સ્કીમમાં થશે મોટો ફેરફાર! જાણો કેન્દ્રીય કર્મચારીઓને શું ફાયદો થશે?

Published By: Jinal Chauhan

Last Updated: 03:26 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગારપંચ બન્યા બાદ હવે MACP સ્કીમમાં ફેરફારની માંગ ચર્ચામાં આવી છે. કર્મચારી સંગઠનોએ નાણાકીય અપગ્રેડેશનની સંખ્યા વધારવા અને તેનો લાભ વાસ્તવિક પ્રમોશનલ પદના પે લેવલ પ્રમાણે આપવાની માંગ કરી છે.

ADVERTISEMENT

હાલની MACP વ્યવસ્થામાં કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષની નિયમિત સેવા બાદ ત્રણ નાણાકીય અપગ્રેડેશન મળે છે. નિયમ મુજબ આ અપગ્રેડેશન સામાન્ય રીતે પે મેટ્રિક્સના તરત ઉપરના લેવલમાં મળે છે. હવે 8મા પગારપંચ સમક્ષ કર્મચારી સંગઠનોએ તેમાં મોટા ફેરફારની દરખાસ્ત કરી છે. MSAએ 8, 15, 22, 28 અને 32 વર્ષની સેવા બાદ પાંચ અપગ્રેડેશનની માંગ કરી છે, જ્યારે FNPOએ 6, 12, 18, 24 અને 30 વર્ષની સેવા બાદ પાંચ અપગ્રેડેશનનું સૂચન કર્યું છે.

MACPમાં શું ફેરફાર કરવાની માંગ છે?

હાલમાં MACP હેઠળ ત્રણ નાણાકીય અપગ્રેડેશન મળે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે માત્ર પે મેટ્રિક્સનું આગલું લેવલ આપવાને બદલે કર્મચારી જે પદ પર પ્રમોટ થઈ શકે તે પદના પે લેવલ પ્રમાણે નાણાકીય લાભ મળવો જોઈએ.MSA, સર્વે ઓફ ઇન્ડિયાએ માંગ કરી છે કે અપગ્રેડેશનની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરવામાં આવે. આ પાંચ અપગ્રેડેશન 8, 15, 22, 28 અને 32 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ આપવામાં આવે.

FNPOએ 5 વખત નાણાકીય અપગ્રેડેશનની માંગ કરી

ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે FNPOએ પણ MACPમાં પાંચ અપગ્રેડેશનની માંગ કરી છે. જોકે તેની સમયમર્યાદા MSAથી અલગ છે. FNPOએ 6, 12, 18, 24 અને 30 વર્ષની સેવા બાદ નાણાકીય અપગ્રેડેશન આપવાનું સૂચન કર્યું છે. FNPOની વધુ એક મહત્વની માંગ છે કે જો કોઈ કર્મચારી કોઈ પ્રમોશન સ્વીકારતો નથી તો તેના MACP લાભને રોકવો કે આગળ ધકેલવો ન જોઈએ. સંગઠનનું કહેવું છે કે પ્રમોશન અને MACPના નાણાકીય લાભને અલગ રાખવા જોઈએ.

Level-7 કર્મચારીને Level-10ના બદલે Level-8 મળે તો શું થાય?

MSAએ આ મુદ્દો સમજાવવા માટે ઉદાહરણ પણ આપ્યું છે. જો કોઈ કર્મચારી હાલમાં Level-7 પર હોય અને તેનું આગામી વાસ્તવિક પ્રમોશનલ પદ Level-10નું હોય તો હાલની MACP વ્યવસ્થામાં તેને માત્ર આગળના પે મેટ્રિક્સ લેવલ એટલે કે Level-8નો લાભ મળી શકે છે.સંગઠનનું કહેવું છે કે આવી સ્થિતિમાં વાસ્તવિક પ્રમોશન અને નાણાકીય લાભ વચ્ચે મોટો તફાવત ઊભો થાય છે. સત્તાવાર MACP માર્ગદર્શિકામાં પણ સ્પષ્ટ છે કે MACP હેઠળ સામાન્ય રીતે પે મેટ્રિક્સના તાત્કાલિક આગળના લેવલમાં અપગ્રેડેશન થાય છે, જ્યારે પ્રમોશનલ હાયરાર્કીમાં ઊંચું લેવલ વાસ્તવિક પ્રમોશન વખતે મળી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 150થી 180 CM હાઈટ માટે ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ? અહીં જુઓ તમારું વજન જાણવા માટેનો સંપૂર્ણ ચાર્ટ!

પ્રમોશન મળ્યા બાદ પણ ક્યારેક જુનિયર કરતાં ઓછો નાણાકીય લાભ

કર્મચારી સંગઠનોએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો છે કે કેટલીક સ્થિતિમાં વધારે જવાબદારીવાળા પદ પર પ્રમોટ થયેલો કર્મચારી પણ નીચા લેવલમાં રહી શકે છે. ઉદાહરણ તરીકે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જેવી વધારે જવાબદારી સંભાળતા કર્મચારીને Level-6માં રહેવું પડે જ્યારે પ્રમોશન ન મેળવનાર તેના જુનિયરને MACPના કારણે Level-7 મળી શકે છે.સંગઠનોના મતે આવી સ્થિતિ કર્મચારીઓના મનોબળ પર અસર કરે છે. તેથી MACPને વાસ્તવિક પ્રમોશનલ હાયરાર્કી સાથે જોડવાની માંગ કરવામાં આવી છે.

NC-JCM અને અન્ય સંગઠનોની પણ પાંચ અપગ્રેડેશનની માંગ

નેશનલ કાઉન્સિલ-JCMના સ્ટાફ સાઇડ તરફથી પણ ઓછામાં ઓછા પાંચ નાણાકીય અપગ્રેડેશનની માંગ કરવામાં આવી છે. તેની દરખાસ્ત મુજબ 6, 12, 18, 24 અને 30 વર્ષની સેવા બાદ નાણાકીય પ્રગતિ આપવી જોઈએ. સાથે જ જો નિર્ધારિત સમયગાળામાં નિયમિત પ્રમોશન ન મળે તો કર્મચારીને પ્રમોશનલ હાયરાર્કી મુજબ MACPનો લાભ આપવાની વાત કરવામાં આવી છે.આ માંગ પાછળનો મુખ્ય તર્ક એ છે કે જે કર્મચારીઓને મર્યાદિત પ્રમોશનલ જગ્યાઓના કારણે લાંબા સમય સુધી એક જ પદ પર રહેવું પડે છે તેમને પણ કારકિર્દીમાં નાણાકીય પ્રગતિ મળવી જોઈએ.

8મું પગારપંચ હવે શું નિર્ણય લેશે?

આ તમામ માંગણીઓ હાલમાં દરખાસ્તો અને કર્મચારી સંગઠનોની માંગણીઓ છે. તેનો અર્થ એ નથી કે MACPમાં ફેરફારને અંતિમ મંજૂરી મળી ગઈ છે. 8મું કેન્દ્રીય પગારપંચ કર્મચારીઓના પગાર, ભથ્થાં અને સેવાની વિવિધ શરતો અંગે ભલામણો કરશે.કેન્દ્ર સરકારે 8મા પગારપંચના Terms of Reference મંજૂર કર્યા છે અને પંચને તેની રચનાની તારીખથી 18 મહિનામાં રિપોર્ટ આપવાનો સમય આપવામાં આવ્યો છે. પંચ જરૂરિયાત મુજબ કોઈ મુદ્દા પર વચગાળાનો રિપોર્ટ પણ આપી શકે છે.જો MACP અંગેની આ માંગણીઓ સ્વીકારવામાં આવે છે તો લાંબા સમય સુધી પ્રમોશનની રાહ જોતા કે મર્યાદિત પ્રમોશનલ જગ્યાઓ ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓને વધુ નાણાકીય લાભ અને કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ મળવાની શક્યતા ઊભી થઈ શકે છે. જોકે અંતિમ ફાયદો 8મા પગારપંચની ભલામણ અને ત્યારબાદ સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MACP Scheme MACP Changes 8th Pay Commission

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ