ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં BSF જવાને તેના ભાઈ પર 2 ગોળીઓ છોડી, જાંઘના ભાગે ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ
Last Updated: 03:36 PM, 14 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં વરસાદની વચ્ચે રામોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. તક્ષશીલા સ્કૂલ પાસે મકાનના વિવાદના સમાધાન માટે 3 ભાઈઓ ભેગા થયા હતા. સમાધાન દરમિયાન BSFમાં નોકરી કરતા ભાઈએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર ભાઈનું નામ પ્રમોદ હોવાનું સામે આવ્યું છે. બીએસએફ જવાન પ્રમોદ પ્રજાપતિએ છોડેલી ગોળી તેના ભાઈને વાગી હતી અને તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવ બાદ રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી હતી.ફાયરિંગ કરનાર આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા
ADVERTISEMENT
જાંઘના ભાગે ગોળી વાગી
ત્રણેય ભાઈઓ વચ્ચે કૌટુંબિક મકાનના વિવાદને લઈને સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી. દરમિયાન પ્રમોદ રામ પ્રસાદ શિવ દયાલ પ્રજાપતિ નામના ભાઈએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં સમાધાન માટે આવેલા રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિને જાંઘના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં રાજેશભાઈને ઈજા થઈ હતી. આસપાસના લોકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કોણ છે આરોપી?
ADVERTISEMENT
આરોપી પ્રમોદ પ્રજાપતિ BSFમાં નોકરી કરે છે અને અર્બુદાનગરમાં ચાલતા મકાનના વિવાદમાં ત્રણ ભાઈઓ સમાધાન માટે ભેગા થયા હતા અને આ દરમિયાન ગોળીબાર થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.