ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારત-ચીન પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલ ખરીદવા બદલ અમેરિકામાં બિલ!

વિશ્વ / ભારત-ચીન પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલ ખરીદવા બદલ અમેરિકામાં બિલ!

Published By: Nidhi Panchal

Last Updated: 09:05 AM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા સામે નવા પ્રતિબંધો લાદવા અંગે અમેરિકામાં ચર્ચા તેજ બની છે અને હવે આ મામલો અમેરિકી સંસદ સુધી પહોંચી ગયો છે. રશિયાના વેપારી ભાગીદારો ભારત અને ચીનને પણ બિલમાં સામેલ કરીને 100 ટકા ટેરિફ લાદવાની માંગ સાથે અનેક સુધારા રજૂ થયા છે.

ADVERTISEMENT

રશિયા સામે નવા પ્રતિબંધો અંગે અમેરિકામાં ચર્ચા સતત વધી રહી છે. અમેરિકાના કાયદા નિર્માતાઓએ રશિયા પ્રતિબંધ બિલમાં સમયસર અનેક સુધારા રજૂ કર્યા છે, જેના કારણે હવે આ બિલ વધુ ચર્ચામાં આવ્યું છે. ખાસ કરીને રશિયા સાથે વેપાર કરતા દેશોને લઈને રજૂ કરવામાં આવેલા એક સુધારાએ ભારત અને ચીનનું નામ સીધું ચર્ચામાં લાવી દીધું છે. આ સુધારામાં રશિયાના મુખ્ય વેપારી ભાગીદારો, જેમ કે ભારત અને ચીનને પણ બિલમાં ઉમેરવાની માંગ કરવામાં આવી છે. જો આ પ્રકારની જોગવાઈ બિલનો ભાગ બને છે તો રશિયા સાથે વેપાર કરતા આ દેશો 100 ટકા ટેરિફને પાત્ર બની શકે છે.

India-bought-Iranian-oil

આ સમગ્ર મામલો હવે અમેરિકાની કોંગ્રેસના નીચલા ગૃહ, એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ સુધી પહોંચી ગયો છે. રશિયા સામે વધુ કડક પગલાં લેવા માટે અમેરિકાના કાયદા નિર્માતાઓ તરફથી અલગ-અલગ સુધારા રજૂ કરવામાં આવ્યા છે. તેમાં એક મહત્વપૂર્ણ સુધારો એવો છે જેમાં રશિયાના વેપાર ભાગીદારોના નામ બિલમાં જ સીધા ઉમેરવાની માંગ કરવામાં આવી છે. આ સુધારામાં ભારત સહિત રશિયાના મુખ્ય વેપારી ભાગીદારોને નિશાન બનાવવાની જોગવાઈ અંગે ચર્ચા થઈ રહી છે. તેના કારણે ભારત માટે પણ આ મામલો મહત્વનો બની ગયો છે, કારણ કે ભારત રશિયા સાથે વિવિધ ક્ષેત્રોમાં વેપાર સંબંધો ધરાવે છે.

માત્ર ભારત અને ચીનને લઈને જ ચર્ચા નથી થઈ રહી

રશિયા સામેના પ્રતિબંધ બિલમાં માત્ર ભારત અને ચીનને લઈને જ ચર્ચા નથી થઈ રહી, પરંતુ બિલમાં રહેલી ટેરિફ જોગવાઈને લઈને પણ મતભેદ સામે આવ્યા છે. કોંગ્રેસમેન ગ્રેગરી મીક્સે બિલમાં ટેરિફની જોગવાઈ ધરાવતી કલમને જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે એક તરફ કેટલાક કાયદા નિર્માતાઓ રશિયાના વેપારી ભાગીદારો સામે 100 ટકા ટેરિફ લાગુ કરવાની દિશામાં સુધારો લાવવા માંગે છે, જ્યારે બીજી તરફ ગ્રેગરી મીક્સે ટેરિફ સાથે જોડાયેલી કલમને બિલમાંથી દૂર કરવાની માંગ કરી છે.

અમેરિકી કોંગ્રેસમાં બે અલગ-અલગ દિશામાં ચર્ચા જોવા મળી રહી

આ રીતે રશિયા સામે નવા પ્રતિબંધોને લઈને અમેરિકી કોંગ્રેસમાં બે અલગ-અલગ દિશામાં ચર્ચા જોવા મળી રહી છે. એક તરફ રશિયા પર દબાણ વધારવા અને તેના વેપારી ભાગીદારોને પણ અસર કરતી જોગવાઈ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ટેરિફની જોગવાઈ જ દૂર કરવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે. તેથી હવે આ બિલ કયા સ્વરૂપમાં આગળ વધે છે અને તેમાં કઈ જોગવાઈઓ અંતિમ રીતે સામેલ થાય છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો : કેલિફોર્નિયામાં ભારતીય મહિલાની ગોળી મારી હ*ત્યા, પોલીસે ઘેરતાં આરોપીએ જીવન ટૂંકાવી દીધું

ખાસ વાત એ છે કે આ સમગ્ર ચર્ચા હાલમાં અમેરિકાની સંસદીય પ્રક્રિયાનો ભાગ છે. એટલે કે ભારત અને ચીન પર 100 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે એવું નથી, પરંતુ તેમને બિલમાં સામેલ કરવાની માંગ સાથે સુધારો રજૂ કરવામાં આવ્યો છે. હવે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ સુધારાઓ અને બિલ અંગે આગળની પ્રક્રિયા થશે. અમેરિકામાં રશિયા સામે પ્રતિબંધોને વધુ કડક બનાવવાની ચર્ચા વચ્ચે ભારત અને ચીન જેવા દેશોના નામ આવવાથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વનો બની રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russia Sanctions India Tariff US Russia Bill

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ