ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / BRICS સમિટના બીજા દિવસે ભારત મંડપમમાં દિગ્ગજોની બેઠક, PM મોદીની 7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક!
Last Updated: 07:57 AM, 13 September 2026
ADVERTISEMENT
સવારે 9:55 વાગ્યે BRICSના ભાગીદાર દેશો અને આઉટરીચ માટે આમંત્રિત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, સરકારના વડાઓ અને મંત્રીઓનું ભારત મંડપમના લેવલ-2 પર આગમન શરૂ થશે. સવારે 10:35 વાગ્યે ફેમિલી ફોટો યોજાશે. ત્યારબાદ સવારે 10:50 વાગ્યે સમિટ હોલમાં ‘લચીલાપણું, નવીનતા, સહયોગ અને ટકાઉ વિકાસ દ્વારા સમાવેશી વૈશ્વિક વિકાસના ભવિષ્ય’ વિષય પર ઓપન સેશન યોજાશે.
ADVERTISEMENT
સમિટના ઓપન સેશનમાં નેતાઓ સમાવેશી વૈશ્વિક વિકાસ માટે લચીલાપણું, નવીનતા, સહયોગ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. BRICSના ભાગીદાર અને આમંત્રિત દેશોના નેતાઓની હાજરીમાં યોજાનાર આ સત્રમાં વૈશ્વિક સ્તરે સહયોગ વધારવા અને વિકાસને વધુ સમાવેશી બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 2:30 વાગ્યે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સંબંધો, સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બપોરે 3 વાગ્યે PM મોદી ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે મિસરના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની છે.
ADVERTISEMENT
સાંજે 4:10 વાગ્યે વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસા સાથે બેઠક કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા BRICSના મહત્વના સભ્ય દેશો છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
ADVERTISEMENT
સાંજે 4:40 વાગ્યે PM મોદી બુરુન્ડીના રાષ્ટ્રપતિ એવરિસ્ટ નદાયિશિમિયે સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો અને સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા થવાની શક્યતા છે.

સાંજે 5:10 વાગ્યે વડાપ્રધાન મોદી નાઇજીરિયાના ઉપ રાષ્ટ્રપતિ સેનેટર કાશિમ શેટ્ટિમા સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે 5:40 વાગ્યે યુગાન્ડાના ઉપ રાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથે મુલાકાત યોજાશે. આ બંને બેઠકો સાથે PM મોદીની બીજા દિવસે કુલ 7 દ્વિપક્ષીય બેઠકો પૂર્ણ થશે.
BRICS સમિટનો પહેલો દિવસ પણ ભારત માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. PM મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ભારત-ચીન સંબંધો અને સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને વેપાર અંગે વાતચીત થઈ હતી. ગાલા ડિનરમાં ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળી હતી.પહેલા દિવસની મોટી ઉપલબ્ધિ તરીકે નવી દિલ્હી ઘોષણાપત્ર પણ સામે આવ્યું હતું. તેમાં આતંકવાદ, વૈશ્વિક સંઘર્ષ, વેપાર અને બહુપક્ષીય વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર BRICS દેશોનો સંયુક્ત અભિગમ જોવા મળ્યો હતો. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કિશોર કુમારનું ગીત ગાઈને ગાલા ડિનરના માહોલમાં સંગીતનો રંગ પણ ઉમેર્યો હતો.
18મા BRICS શિખર સંમેલનમાં ભારતની યજમાનીનો અંદાજ પણ ચર્ચામાં રહ્યો છે. PM મોદીએ ભારત મંડપમ પહોંચેલા 11 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ટોચના નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નેતાઓ સાથે હાથ મિલાવીને ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા. વિવિધ દેશોના નેતાઓ સાથેની દ્વિપક્ષીય બેઠકોમાં વેપાર, વ્યૂહાત્મક ભાગીદારી, પ્રાદેશિક શાંતિ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.આજે BRICS સમિટના બીજા દિવસે પણ ભારત મંડપમમાં વિશ્વના અનેક મોટા નેતાઓની હાજરી રહેશે. એક તરફ સમિટના ઓપન સેશનમાં વૈશ્વિક વિકાસના ભવિષ્ય પર ચર્ચા થશે, તો બીજી તરફ PM મોદીની 7 દેશોના નેતાઓ સાથેની બેઠકો ભારતની સક્રિય કૂટનીતિને વધુ મજબૂત બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ