ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / રશિયાએ યુક્રેન પર 500થી વધુ ડ્રોન છોડ્યા, 9 લોકોનાં મોત; ઝેલેન્સ્કીએ કહ્યું- ‘મોસ્કો તબાહી ઇચ્છે છે’!

વર્લ્ડ / રશિયાએ યુક્રેન પર 500થી વધુ ડ્રોન છોડ્યા, 9 લોકોનાં મોત; ઝેલેન્સ્કીએ કહ્યું- ‘મોસ્કો તબાહી ઇચ્છે છે’!

Published By: Jinal Chauhan

Last Updated: 07:42 AM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ શનિવારે યુક્રેનના અનેક વિસ્તારોમાં મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રહેણાંક ઇમારતો, ખાનગી કાર, પેટ્રોલ પંપ અને ઔદ્યોગિક સ્થળોને પણ નુકસાન થયું છે.

ADVERTISEMENT

રશિયાએ શનિવારે યુક્રેનના અનેક વિસ્તારોમાં મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રહેણાંક ઇમારતો, ખાનગી કાર, પેટ્રોલ પંપ અને ઔદ્યોગિક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે શનિવારે વહેલી સવારથી રશિયાએ લગભગ 500 ડ્રોન લોન્ચ કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે રશિયા હવે માત્ર યુદ્ધના મોરચા પૂરતું મર્યાદિત ન રહીને યુક્રેનની અર્થવ્યવસ્થા અને લોકોને મદદ કરતી વ્યવસ્થાઓને પણ નિશાન બનાવી રહ્યું છે.

ક્રામાટોર્સ્કમાં સામાન્ય લોકોની કાર પર હુમલો

ફ્રન્ટલાઇન શહેર ક્રામાટોર્સ્કમાં રશિયન હુમલામાં સામાન્ય લોકોની ખાનગી કારોને નિશાન બનાવવામાં આવી હતી. લગભગ 90 મિનિટમાં બનેલી ત્રણ અલગ ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયા અને ચાર લોકો ઘાયલ થયા હોવાનું યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. યુક્રેનનો દાવો છે કે આ લોકો કોઈ સૈન્ય સ્થળે નહોતા જઈ રહ્યા, પરંતુ પોતાની સામાન્ય કામગીરી માટે ખાનગી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તાજેતરના દિવસોમાં ક્રામાટોર્સ્ક પર રશિયાના હવાઈ હુમલાઓમાં રહેણાંક વિસ્તારોને પણ નુકસાન થયું છે.

ઝ્વિયાહેલમાં દુકાન અને પેટ્રોલ પંપ નિશાન બન્યા

કીવના પશ્ચિમમાં આવેલા ઝિટોમિર વિસ્તારમાં પણ હુમલાની અસર જોવા મળી. ગવર્નર વિટાલી બુનેચકોએ જણાવ્યું કે ઝ્વિયાહેલ શહેરમાં એક કરિયાણાની દુકાન પર થયેલા હુમલામાં બે લોકોનાં મોત થયા. આ ઉપરાંત બે પેટ્રોલ પંપ અને વિદેશી રોકાણ સાથે સંકળાયેલા એક ઉદ્યોગને પણ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Russia Ukraine War (1)

ઝાપોરિઝ્ઝિયા અને ક્રિવી રિહમાં પણ ભારે હુમલા

ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં થયેલા રશિયન હુમલામાં બે લોકોનાં મોત થયા અને 11 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક ગવર્નર ઇવાન ફેડોરોવે જણાવ્યું હતું. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ગૃહનગર ક્રિવી રિહમાં રાતભરના ડ્રોન અને મિસાઇલ હુમલામાં બે લોકોનાં મોત થયા હતા. રશિયાએ દાવો કર્યો હતો કે તેણે ઝાપોરિઝ્ઝિયા અને ડ્નિપ્રોમાં સ્ટીલ ઉદ્યોગ તથા ક્રિવી રિહના અનેક ઔદ્યોગિક પ્લાન્ટને નિશાન બનાવ્યા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિરુદ્ધ એકજૂટ થયું BRICS, વધતા ટેરિફ સામે આપી ચેતવણી

ઓડેસામાં 40 જેટલા લોકો ઘાયલ

બ્લેક સીના મહત્વના બંદર શહેર ઓડેસામાં પણ ભારે હુમલા થયા હતા. સ્થાનિક ગવર્નર ઓલેહ કિપરના જણાવ્યા પ્રમાણે રાતથી શનિવાર સાંજ સુધી ચાલેલા હુમલામાં લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. રહેણાંક અને બંદર સાથે જોડાયેલા વિસ્તારો પર હુમલાથી યુક્રેનની સામાન્ય જનજીવન અને આર્થિક પ્રવૃત્તિ પર પણ અસર પડી છે.

મોલ્ડોવાએ એક કલાક માટે એરસ્પેસ બંધ કર્યો

યુક્રેન નજીક ડ્રોનની હિલચાલને પગલે પડોશી દેશ મોલ્ડોવાએ પણ સાવચેતીના ભાગરૂપે લગભગ એક કલાક માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું. આ દરમિયાન સાત સરહદી ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી હતી. આ ઘટનાથી યુદ્ધની અસર યુક્રેનની બહારના વિસ્તારમાં પણ પહોંચતી હોવાની ચિંતા વધી છે.

રશિયાના પ્લાન્ટ પર યુક્રેનનો વળતો હુમલો

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેની સેનાએ ઓડેસા બંદર નજીક લશ્કરી સામાન લઈ જતા એક કોમર્શિયલ જહાજ અને ચોર્નોમોર્સ્ક બંદર પર બે જહાજોને નિશાન બનાવ્યા હતા. તેના જવાબમાં યુક્રેનિયન સેનાએ રશિયાના સમારા વિસ્તારમાં આવેલા તોગલિયાત્તિ શહેરમાં તોગલિયાત્તીકૌચુક પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો. આ પ્લાન્ટ રશિયાના મોટા સિન્થેટિક રબર ઉત્પાદકોમાંનો એક છે અને હુમલા બાદ ત્યાં આગ લાગી હતી.

તોગલિયાત્તિના મેયર ઇલ્યા સુખિખે જણાવ્યું કે હુમલાને કારણે અનેક રહેણાંક ઇમારતોને નુકસાન થયું અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આમ રશિયા અને યુક્રેન વચ્ચેના હુમલા હવે માત્ર સરહદી મોરચા સુધી મર્યાદિત રહ્યા નથી, પરંતુ બંને દેશોની ઔદ્યોગિક અને આર્થિક વ્યવસ્થાઓ પણ નિશાન બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine Airstrike 500 Drones Attack Russia Ukraine War

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ