ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / RBIના એક નિર્ણયથી બેંકોના દરવાજા થયા બંધ, જાણો 15 સપ્ટેમ્બરે કેમ બેંકો બંધ રહેશે?

નેશનલ / RBIના એક નિર્ણયથી બેંકોના દરવાજા થયા બંધ, જાણો 15 સપ્ટેમ્બરે કેમ બેંકો બંધ રહેશે?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:03 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holiday 15 September 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેલેન્ડર મુજબ આવતીકાલે મંગળવારે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તમે 15 સપ્ટેમ્બરે બેંકનું કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તમારા રાજ્યમાં બેંકો ખુલ્લી છે કે નહીં તે જાણી લેજો.

ADVERTISEMENT

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેલેન્ડર મુજબ આવતીકાલે મંગળવારે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તમે 15 સપ્ટેમ્બરે બેંકનું કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તમારા રાજ્યમાં બેંકો ખુલ્લી છે કે નહીં તે જાણી લેજો.

15 સપ્ટેમ્બર મંગળવારે ગુજરાત, ગોવા, ઓડિસામાં બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. ગોવા, ગુજરાત, ઓડિશામાં સંવત્સરી, નુઆખાઈ અને ગણેશ ચતુર્થી (બીજો દિવસ)ના કારણે બેંકો બંધ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા, એક્સીસ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે.

આ રાજ્યો સિવાયના બાકીના રાજ્યોમાં બેંકો રાબેતા મુજબ ચાલુ રહેવાની છે જ્યારે ગુજરાત, ઓડિસા અને ગોવામાં બેંકો બંધ રહેવાની છે આ રાજ્યોમાં સંવત્સરી, ગણેશ મહોત્સવ અને નુઆખાઇ પર્વની ઉજવણીને લઇ બેંકો બંધ રહેવાની છે. ગ ણેશ ચતુર્થીના બીજા દિવસે ઘરો અને પૂજા પંડાલોમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સંવત્સરીનો તહેવાર પણ મહત્વનો છે.

નુઆખાઈ એ ઓડિશામાં એક કૃષિ ઉત્સવ છે. આ તહેવાર નવી લણણીનું સ્વાગત કરવાની અને તેને પહેલા દેવી-દેવતાઓને અર્પણ કરવાની પરંપરા સાથે સંકળાયેલ છે. પરિવારો સાથે મળીને પૂજા કરે છે અને નવા અનાજમાંથી બનાવેલ ખોરાક લે છે. નુઆખાઈ દ્વારા ખેડૂતો પ્રકૃતિ અને કૃષિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ મુંબઈ / "મારી પુત્રીનો ગેંગરેપ થયો, હત્યા થઈ", દિશા સાલિયાન કેસમાં CBIની FIRમાં શું શું લખેલું છે?

સંવત્સરી

સંવત્સરી જૈન ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે, જેને ક્ષમા અને આત્મનિરીક્ષણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો વિચાર, શબ્દ અને કર્મમાં થયેલી ભૂલો માટે ક્ષમા માંગે છે અને બીજાઓને પણ માફ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday Banking News RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ