ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોધમાર વરસાદથી અમદાવાદ જળબંબાકાર, સિંધુભવનથી ખોખરા સુધીના રસ્તા બન્યા જળબંબાકાર
Last Updated: 05:25 PM, 14 September 2026
ADVERTISEMENT
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. અનુપમ-ખોખરા વિસ્તારમાં અંદાજે 1 કિલોમીટર લાંબો રોડ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણીનો ભરાવો થતાં અનેક વાહનો પાણીમાં ફસાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ખોખરા સહિત અમરાઈવાડી, સરસપુર, મણિનગર અને ઈસનપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં જ્યાં નજર કરો ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નિકોલ અને કઠવાડા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, મધુમાલતી આવાસ યોજનામાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં રહીશોની હાલત કફોડી બની છે. ઘરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને રોજિંદા કામકાજ માટે પણ મુશ્કેલી પડી રહી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં સામાન્ય વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. થોડા જ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના પોશ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થતાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. હેલ્મેટ સર્કલ તરફના માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની સમસ્યા યથાવત રહેતા AMCની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ શહેરની સ્થિતિ બગડતા ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. નહેરુનગર સહિતના માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ પહેલાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ હવે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં અચાનક વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેહરુનગર રોડ સહિતના અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરનો પોશ અને VIP ગણાતો સિંધુભવન રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનોની અવરજવર ધીમી પડી છે અને લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ભારે વરસાદને પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જોકે આ તમામ હાલાકી વચ્ચે અમદાવાદીઓ વરસાદની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે કાંકરિયા વિસ્તારમાં અનેક સોસાયટીઓના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પણ ધીમો પડ્યો છે, જ્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરનો સૌથી VIP ગણાતો સિંધુભવન રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ જાણે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના પગલે સિંધુભવન રોડ સહિત આસપાસના વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે અને પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં તંત્રની બેદરકારીના પાપે દાદી-પૌત્રી ડ્રેનેજના ખાડામાં ખાબક્યાં, જુઓ ચોંકાવનારા CCTV
અમદાવાદના આંબલી ગામમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસેલા વરસાદના કારણે ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક નાગરિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.