ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવા જોઈએ કે નહીં? ભૂલથી પણ ના કરતા આ ભૂલ, નહીંતર લાગશે લાંછન

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવા જોઈએ કે નહીં? ભૂલથી પણ ના કરતા આ ભૂલ, નહીંતર લાગશે લાંછન

Last Updated: 06:10 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન વર્જિત માનવામાં આવે છે. કેમ કે તેનાથી ખોટા આરોપ અને કલંક લાગવાનો ભય રહે છે. આ માન્યતા ગણેશજી અને ચંદ્રદેવ વચ્ચેની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે.

1/6

photoStories-logo

1. ગણેશ ચતુર્થી

આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે. ભાદરવા સુદની આ તિથિએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું સ્વાગત ઘર-ઘરમાં થાય છે. જેમાં ભક્તો મોદક બનાવે છે, આરતી ગાય છે અને ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. પરંતુ આ શુભ અવસરે એક ખાસ સાવધાની રાખવી જરૂરી માનવામાં આવે છે. જે છે ચંદ્રદર્શન ન કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતા અને શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કરવા વર્જિત છે. એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્ર જોવાથી વ્યક્તિ પર કલંક કે ખોટા આરોપ લાગવાનો ભય રહે છે. આવા દોષને કારણે વ્યક્તિને અનેક સામાજિક અને વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ચંદ્રના દર્શન

જો કોઈ ભૂલથી ચંદ્રના દર્શન કરી લે તો તેના પર ચોરીનો ખોટો આરોપ લાગી શકે છે. ઓપોઝીટ સેક્સ દ્વારા ચારિત્ર્ય પર લાંછન લાગવાની સંભાવના રહે છે. સમાજ કે પોતાના પરિવારમાં અકારણ શંકા અને અવિશ્વાસ ઊભો થઈ શકે છે. સામાન્ય વાતોનો પણ ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. અમુકવાર ખોટા કોર્ટ-કચેરીના મામલામાં પણ વ્યક્તિ ફસાઈ શકે છે અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પૌરાણિક કથા

આ માન્યતા પાછળ પૌરાણિક કથા છે. જેમાં એક વાર ભગવાન ગણેશ પોતાના વાહન મૂષક પર સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે ચંદ્રદેવે તેમનું મજાક ઉડાવી. આથી ગણેશજીને ક્રોધ આવ્યો અને તેમને ચંદ્રને શ્રાપ આપ્યો કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જે કોઈ તારા દર્શન કરશે તો તેના પર ખોટો આરોપ લાગશે. ત્યારથી આ દિવસે ચંદ્રદર્શન ટાળવાની પરંપરા ચાલી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કલંકના દોષથી બચો

આથી આજે ગણપતિની પૂજા કરતી વખતે ચંદ્રમાના દર્શનથી દૂર રહેવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાવધાનીથી ભક્તો કલંકના દોષથી બચી શકે છે અને ગણપતિ બાપ્પાની કૃપા મેળવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Chandra Darshan Chandra Dev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ