ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / કેલિફોર્નિયામાં ભારતીય મહિલાની ગોળી મારી હ*ત્યા, પોલીસે ઘેરતાં આરોપીએ જીવન ટૂંકાવી દીધું

વિશ્વ / કેલિફોર્નિયામાં ભારતીય મહિલાની ગોળી મારી હ*ત્યા, પોલીસે ઘેરતાં આરોપીએ જીવન ટૂંકાવી દીધું

Published By: Nidhi Panchal

Last Updated: 09:47 AM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળની 38 વર્ષીય મહિલા શાલિની ઠાકુરની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી રોહિત શાલિનીની દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો અને ઉંમરના અંતરને કારણે શાલિનીએ ના પાડ્યા બાદ તે એક વર્ષથી તેનો પીછો કરી રહ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.

ADVERTISEMENT

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળની મહિલા શાલિની ઠાકુરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સેકરામેન્ટોમાં મંગળવારે બનેલી આ ઘટનામાં 38 વર્ષીય શાલિનીનો આરોપીએ પીછો કર્યો હતો અને ત્યારબાદ રેસ્ટોરન્ટની બહાર તેને અનેક ગોળીઓ મારી દીધી હતી. આરોપીની ઓળખ 22 વર્ષીય રોહિત તરીકે થઈ છે. ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધ શરૂ કરી હતી અને થોડા સમય બાદ તેની ગાડી ઈસ્ટબાઉન્ડ હાઇવે 50 પર મળી આવી હતી. પોલીસે ગાડીને રોકીને રોહિતને ઘેર્યો ત્યારે તેણે પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

murrrrrrr

શાલિનીની માતા સુદેશ કુમારીએ જણાવ્યું હતું કે રોહિત છેલ્લા એક વર્ષથી તેમની 38 વર્ષીય દીકરીનો પીછો કરી રહ્યો હતો અને તેને સતત હેરાન કરતો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, રોહિત શાલિનીની દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, બંને વચ્ચે ઉંમરમાં ઘણો અંતર હોવાથી શાલિનીએ આ સંબંધ માટે ના પાડી દીધી હતી. આ વાતથી રોહિત ભડકી ગયો હતો અને ત્યારથી શાલિનીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

એક શોપિંગ પ્લાઝામાં કામ કરતી

સેકરામેન્ટો કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર, શાલિની સેકરામેન્ટોના આર્ડન આર્કેડ વિસ્તારમાં આવેલા એક શોપિંગ પ્લાઝામાં કામ કરતી હતી. કામ પર જતી વખતે રોહિતે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેણે શાલિનીને એક રેસ્ટોરન્ટની બહાર રોકી હતી. શાલિનીએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોહિતે તેનો પીછો કર્યો અને અનેક ગોળીઓ મારી દીધી હતી. ગોળીબારમાં શાલિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પોલીસને થોડા જ સમયમાં ગાડીનું છેલ્લું લોકેશન

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને શંકાસ્પદ વ્યક્તિની ગાડી વિશે માહિતી આપી હતી. પોલીસને થોડા જ સમયમાં ગાડીનું છેલ્લું લોકેશન મળી ગયું હતું. ત્યારબાદ ગાડી ઈસ્ટબાઉન્ડ હાઇવે 50 પર મળી આવી હતી. અધિકારીઓએ ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે રોહિતે અચાનક ગાડી રોકી દીધી હતી. પોલીસ અધિકારીઓ જ્યારે ગાડી સુધી પહોંચ્યા ત્યારે ડ્રાઇવર સીટ પર રોહિત લોહીથી લથપથ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. તેણે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

જાન્યુઆરી 2026થી શાલિનીનો પીછો કરી રહ્યો

સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે, રોહિત જાન્યુઆરી 2026થી શાલિનીનો પીછો કરી રહ્યો હતો. ઘણી વખત તે મદદ કરવાના બહાને શાલિનીની કારના ટાયરોની હવા કાઢી નાખતો હતો. શાલિની જ્યારે કામ પર જતી ત્યારે પણ તે તેનો પીછો કરતો હતો. એટલું જ નહીં, એક વખત રોહિતે શાલિનીના એપાર્ટમેન્ટની ચાવીની કોપી પણ મેળવી લીધી હતી. આ પછી તે ગમે ત્યારે શાલિનીના ઘરમાં ઘૂસી જતો હતો. સતત પરેશાન કરાતા શાલિનીએ મે મહિનામાં રોહિત વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો અને કોર્ટે પણ તેને ચેતવણી આપી હતી. જોકે, આ ચેતવણી બાદ પણ રોહિતે શાલિનીનો પીછો કરવાનું બંધ કર્યું ન હતું.

આ પણ વાંચો : BRICS સમિટના બીજા દિવસે ભારત મંડપમમાં દિગ્ગજોની બેઠક, PM મોદીની 7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક!

આ કેસમાં રોહિતના અમેરિકામાં રહેવા અંગે પણ મહત્વની માહિતી સામે આવી છે. અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રોહિત વૈધ દસ્તાવેજો વિના અમેરિકામાં રહેતો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં એરિઝોનાના રસ્તે અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ અમેરિકી સીમા પેટ્રોલિંગ દળે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ બાઈડેન પ્રશાસન દરમિયાન તેને છોડી દેવામાં આવ્યો હતો. જોકે, રોહિતના ઈમિગ્રેશન સાથે જોડાયેલી ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ થઈ શકી નથી. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં ભારતીય મૂળની મહિલાની સુરક્ષા અને અગાઉથી કરવામાં આવેલી ફરિયાદ છતાં આરોપી સામે થયેલી કાર્યવાહી અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

California Indian Shalini Thakur Murder Rohit Murder

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ