ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:07 PM, 14 September 2026
1/5
જયપુરમાં આવેલું મોતી ડુંગરી ગણેશ મંદિર ભક્તો માટે એક ખાસ સ્થાન ધરાવે છે. અહીંની ભવ્યતા તો છે જ પણ તેનાથી પણ વધુ આકર્ષણ છે તેની અનોખી પરંપરા. ગણેશ ચતુર્થી આવે ત્યારે આ મંદિરમાં ગણપતિ બાપ્પાને મેંહદી ચઢાવવાનો રિવાજ ખૂબ જરૂરી માનવામાં આવે છે. પૂજા પૂરી થયા બાદ આ જ મેંહદીને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે અને તેને હાથે લગાડવાની પરંપરા છે.
2/5
ADVERTISEMENT
3/5
અમુક તો મનોકામના પૂરી થયા બાદ આભાર વ્યક્ત કરવા ફરીથી મંદિરની મુલાકાત પણ લે છે. આ રિવાજને સિંજારા કહેવામાં આવે છે અને તેની ઉંમર લગભગ 200 વર્ષ જેટલી છે. શરૂઆતના દિવસોમાં માત્ર સવા કિલો જેટલી મેંહદીથી કામ ચાલી જતું હતું. પરંતુ સમય સાથે આ પરંપરા વિસ્તૃત થઈ અને હવે રાજસ્થાનના સોજત વિસ્તારમાંથી હજારો કિલો મેંહદી મંગાવવામાં આવે છે.
4/5
આ વર્ષે તો આશરે 35 ક્વિન્ટલ એટલે કે 3500 કિલો મેંહદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ મોતી ડુંગરીનું આ મેંહદી પ્રસાદ માત્ર એક ધાર્મિક વિધિ નથી રહ્યું પણ અનેક યુવાનોની આશા અને વિશ્વાસનું જીવંત પ્રતીક બની ગયું છે. જેથી યુવક યુવતીઓ તેને મેળવવા એક્સાઈટેડ રહે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ