ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના ‎ગારિયાધારમાં પાટીદાર ખેડૂત પર ધારિયાથી જીવલેણ હુમલો, ‎‎પાકમાં બકરા ચરાવવાની ના પાડતા હુમલો

ક્રાઈમ / ભાવનગરના ‎ગારિયાધારમાં પાટીદાર ખેડૂત પર ધારિયાથી જીવલેણ હુમલો, ‎‎પાકમાં બકરા ચરાવવાની ના પાડતા હુમલો

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 07:51 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ‎ગારિયાધારમાં પાટીદાર ખેડૂત પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. ઊભા પાકમાં બકરા ચરાવાની ના પાડતાં આરોપીએ તેમને માથામાં ધારિયું માર્યું હતું.

ADVERTISEMENT

ભાવનગરના ‎ગારિયાધારમાં પાટીદાર ખેડૂત પર જીવલેણ હુમલો કરાયો હતો. ‎ઊભા પાકમાં બકરા ચરાવવાની ના પાડતા હુમલો કરાયાનો આક્ષેપ છે. ‎જીગ્નેશ પાટીદાર નામના ખેડૂત પર ધારિયાથી હુમલો કરાયો હતો. જેમને ‎માથાના ભાગે ધારિયાના બે ઘા ઝીંકાયા હતા. જીગ્નેશ પાટીદારે ‎બચવા માટે આડો હાથ કરતા હાથ પર પણ ધારિયું વાગ્યું હતું.

‎‎હાથમાં ફ્રેક્ચર સહિત પગના ભાગે પણ ઈજા

‎‎હાથમાં ફ્રેક્ચર સહિત પગના ભાગે પણ ઈજા થઈ હતી. ‎ગંભીર ઈજાગ્રસ્ત ખેડૂતને ગારિયાધાર હોસ્પિટલ ખસેડાયો હતો. ‎પ્રાથમિક સારવાર બાદ પાલિતાણા રિફર કરાયો હતો.

‎ઘટનાને પગલે પાટીદારોમાં રોષ

આ ઘટનાને પગલે પાટીદારોમાં રોષ વ્યાપ્યો છે અને આરોપીને કડકમાં કડક સજાની માંગ ઉઠી છે.

‎2025માં પણ પાટીદાર કપલ પર હુમલો

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં 2025માં પણ પાટીદાર દંપતી પર જીવલેણ હુમલો થયો હતો. પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામના જ આઠેક જેટલા લોકોએ આ હુમલો કર્યો હોવાનાં આક્ષેપ થયા હતા. આ ઘટના બાદ પાટીદાર સમાજનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Gariadhar Bhavnagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ