ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ભારત પાસે હશે પોતાનો અંગત સૂર્ય, આર્ટિફિશિયલ સૂરજ ટ્રાયલમાં મળી સફળતા, અસલી રવિથી પણ વધુ ગરમ હશે
Last Updated: 08:33 PM, 14 September 2026
ADVERTISEMENT
ભારત ન્યુક્લિયર ફ્યુઝન એનર્જીના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ ખાતે SST-1 ટોકામક પર એક નવું શક્તિશાળી જાઇરોટ્રોન કાર્યરત કરવામાં આવ્યું છે. આ 82.6 ગીગાહટ્ર્રર્જ અને 400 કિલોવોટ ક્ષમતાવાળુ ઉપકરણ છે.
ADVERTISEMENT
SST-1 એ ભારતનું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન રિએક્ટર છે, જે સૌર પ્રક્રિયાની નકલ કરવા માટે બનાવાયું છે. તે ચુંબકીય ક્ષેત્રોનો ઉપયોગ કરીને અત્યંત ગરમ પ્લાઝ્માને નિયંત્રિત કરે છે. ભારતીય પ્રયોગોમાં પ્લાઝ્મા તાપમાન 200 કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી ગયું છે, જે સૂર્યના કોર કરતા અનેક ગણું વધુ ગરમ છે. નવું જાઇરોટ્રોન આ પ્લાઝ્માને વધુ અસરકારક રીતે ગરમ કરવામાં અને તેને લાંબા સમય સુધી સ્થિર રાખવામાં મદદ કરશે.
જાઇરોટ્રોન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?
ADVERTISEMENT
જાઇરોટ્રોન એક ખાસ પ્રકારનું ઉપકરણ છે જે હાઇ ફ્રિક્વેંસી વાળી માઇક્રોવેવ ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા કોકામકની અંદર પ્લાઝ્મામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેનાથી પ્લાઝ્મા વધુ ગરમ થાય છે. અગાઉ SST-1 પર 42 ગીગાહટર્જ સિસ્ટમ કાર્યરત હતી. નવું 82.6 ગીગાહટર્જ જાઇરોટ્રોન ઘણી સારી ગરમી ક્ષમતા પ્રદાન કરે છે. ફ્યુઝન પ્રક્રિયામાં ફક્ત જરૂરી તાપમાન પ્રાપ્ત કરવું પૂરતું નથી.
વાસ્તવિક પડકાર એ છે કે ઊર્જા ઉત્પન્ન કરવા માટે લાંબા સમય સુધી પ્લાઝ્માને નિયંત્રિત અને સ્થિર કરવું. નવા ઉપકરણો વૈજ્ઞાનિકોને આ દિશામાં વધુ સારા પ્રયોગો કરવાનો મોકો આપશે. આનાથી પ્લાઝ્માની સ્થિરતા વધશે અને સંશોધકોને લાંબા સમય સુધી ઉચ્ચ-તાપમાન પ્લાઝ્માનો અભ્યાસ કરી શકશે.
ADVERTISEMENT
ફ્યુઝન ઊર્જાનું મહત્વ અને ભારતની સ્થિતિ
ફ્યુઝન ઊર્જાને ભવિષ્યના સૌથી સ્વચ્છ અને સ્થાયી ઊર્જા સ્ત્રોતોમાંનું એક માનવામાં આવે છે. તે હાઇડ્રોજન આઇસોટોપ્સનો ઉપયોગ બળતણ તરીકે કરે છે, જે દરિયાઈ પાણીમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંપરાગત પરમાણુ ઊર્જા, ફિશનની તુલનામાં તે લાંબા સમય સુધી ચાલતો રેડિયોધર્મી કચરો ઘણો ઓછો ઉત્પન્ન કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / RBIના એક નિર્ણયથી બેંકોના દરવાજા થયા બંધ, જાણો 15 સપ્ટેમ્બરે કેમ બેંકો બંધ રહેશે?
ADVERTISEMENT
વ્યાવસાયિક સ્તર પર ફ્યુઝન પાવર પ્લાન્ટ બનાવવો એ એક મુખ્ય એન્જિનિયરિંગ પડકાર છે. SST-1 હાલમાં વીજળી ઉત્પન્ન કરી રહ્યું નથી. આ એક સંશોધન રિએક્ટર છે જેનો ઉપયોગ વૈજ્ઞાનિકો ફ્યુઝન ટેકનોલોજીને સમજવા અને નિયંત્રિત કરવા માટે કરી રહ્યા છે. નવું જાઇરોટ્રોન ભારતની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય ફ્યુઝન સંશોધનમાં દેશને આગળ વધારશે.
સંકળાયેલા મુદ્દાઓ