ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:34 PM, 14 September 2026
ADVERTISEMENT
અમેરિકી શેર બજારમાં સોમવારે ખુલતા જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે વૈશ્વિક બજારોનો મૂડ વધુ ખરાબ કરી શકે છે. અગાઉ જાપાની અને દક્ષિણ કોરિયાના બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થીના કારણે સોમવારે ભારતીય બજારો બંધ છે. જોકે મંગળવારે ભારતીય બજારો પર તેની અસર જોવા મળશે. જોકે નિફ્ટી ઇન્ડેક્સમાં મોટો ઘટાડો થવાનો સંકેત નથી.
ADVERTISEMENT
અમેરિકી ટેક કંપનીઓના શેરોમાં એટલે કે નાસ્ડેકમાં શરૂઆતી ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે નાસ્ડેક 100 મા 1% થી વધુ ઘટ્યો. ખાસ કરીને એઆઇ શેરોમાં વેચાણ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવે વિશ્વભરના નાણાકીય બજારોને હચમચાવી દીધા છે.
અગાઉ એશિયન બજારો ખાસ કરીને જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામે મંગળવારે બજારો ખુલતા જ આ વૈશ્વિક ઘટાડો ભારતીય બજારમાં સીધો દેખાવાની સંભાવના છે. વૈશ્વિક બજારોમાં ઘટાડા માટે ત્રણ મુખ્ય કારણો છે.
ADVERTISEMENT
AI શેરોમાં મંદી અને ટેક શેરમાં વેચવાલી
એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમાયદેઇ, સેમ એલ્ટમૈન અને એલોન મસ્ક જેવા ટેક જાયન્ટ્સ દ્વારા એઆઇ ના અનિયંત્રિત વિકાસને ધીમો પાડવાની અપીલથી રોકાણકારોમાં ડર ફેલાયો છે. આ નિવેદનો બાદ સેમસંગ, ચિપમેકર એનવીડિયો, સોફ્ટબેંક અને સેમિકન્ડક્ટર કંપનીઓના શેરમાં 4% થી 10% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો
મધ્ય પૂર્વમાં તણાવ અને સાઉદી અરેબિયાની ઓઇલ પાઇપલાઇન્સ પર હુમલાને કારણે બ્રેન્ટ ક્રૂડ 107 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ પણ વધી રહ્યો છે.
ADVERTISEMENT
અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થવાનો ભય
અમેરિકી સેન્ટ્રલ બેંકની બેઠક આ અઠવાડિયે થવાની છે. ક્રૂડ ઓઇલના કારણે વધતા ફુગાવાને કારણે વૈશ્વિક રોકાણકારો ઊંચા વ્યાજ દરોની શક્યતાથી ચિંતિત છે.
ADVERTISEMENT
ભારતીય શેરબજાર પર શું અસર પડશે?
ભારતીય શેરબજાર પહેલાથી જ સતત પાંચ અઠવાડિયાથી દબાણ હેઠળ છે, નિફ્ટી 23400 ની નજીક છે અને સેન્સેક્સ 74780 ના સ્તર પર સરકી રહ્યો છે. યુએસ અને એશિયન ટેક શેરોમાં ચાલી રહેલા ઘટાડાની અસર ભારતની મુખ્ય આઇટી કંપનીઓ (ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો) પર પડશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / Hero Motorsના IPO પર લગાવશો પૈસા? 1,000 કરોડના ઈશ્યૂ પહેલાં જાણો GMPથી લઈને લિસ્ટિંગ સુધીની વાત
ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 80% થી વધુ આયાત કરે છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $107 સુધી પહોંચવાથી ભારતીય અર્થતંત્ર પર ચાલુ ખાતાની ખાધ (CAD) અને મોઘવારીનો બોજ વધશે, જેની સીધી અસર ઓટો, પેઇન્ટ અને કંજ્યૂમર સ્ટોક્સ પર પડશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ