ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / એક તરફ જ્વાળામુખીનો કહેર, બીજી તરફ ગણેશજીની છત્રછાયા! જાણો માઉન્ટ બ્રોમોનું રહસ્ય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / એક તરફ જ્વાળામુખીનો કહેર, બીજી તરફ ગણેશજીની છત્રછાયા! જાણો માઉન્ટ બ્રોમોનું રહસ્ય

Last Updated: 10:05 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઈન્ડોનેશિયાના માઉન્ટ બ્રોમો પાસે ગણેશજીની લગભગ 700 વર્ષ જૂની મૂર્તિ આજે પણ સ્થાનિક લોકો માટે રક્ષકનું પ્રતિક મનાય છે. જેમાં સક્રિય જ્વાળામુખીની વચ્ચે આવેલી આ મૂર્તિ સાથે જોડાયેલી માન્યતાઓ અહીંની પ્રાચીન હિન્દુ પરંપરાની અનોખી ઝલક આપે છે.

1/6

photoStories-logo

1. ઈન્ડોનેશિયામાં ભગવાન ગણેશ

એક તરફ સળગતો જ્વાળામુખી, બીજી તરફ તેની સાઈડ પર શાંતિથી બિરાજેલા ભગવાન ગણેશ. આ દૃશ્ય કોઈ કલ્પના નહીં પરંતુ ઈન્ડોનેશિયાની હકીકત છે. દુનિયાના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આવેલા માઉન્ટ બ્રોમો નામના સક્રિય જ્વાળામુખી પાસે ગણેશજીની પ્રાચીન મૂર્તિ સ્થાપિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 700 વર્ષ પહેલા સ્થપાઈ

આ મૂર્તિ આજકાલની નથી. કહેવાય છે કે લગભગ 700 વર્ષ પહેલાં સ્થાનિક તેન્ગર આદિવાસી સમુદાય દ્વારા અહીં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં માઉન્ટ બ્રોમોની આસપાસ રહેતા આ લોકો પોતાને 12મી સદીના માજાપહિત શાસકોના વંશજ માને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જ્વાળામુખી વચ્ચે ગણેશજીને કેમ બિરાજમાન કર્યા?

સ્થાનિક લોકો માટે ગણેશજી માત્ર પૂજનીય દેવતા નથી પરંતુ રક્ષક પણ છે. તેમની માન્યતા છે કે જ્યાં સુધી બાપ્પા જ્વાળામુખી પર નજર રાખી રહ્યા છે ત્યાં સુધી આ પહાડ આસપાસના ગામોને નુકસાન નહીં પહોંચાડે. એટલું જ નહીં અહીં એવી પણ લોકમાન્યતા છે કે જો ગણેશજીની પૂજા-અર્ચનામાં બેદરકારી થાય તો જ્વાળામુખી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મુસ્લિમ દેશમાં હિન્દુ સંસ્કૃતિની અનોખી ઝલક

ઈન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં અહીં હિન્દુ સંસ્કૃતિના અનેક નિશાન જોવા મળે છે. માઉન્ટ બ્રોમોનું નામ પણ હિન્દુ ધર્મના સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 9મી સદીનું બ્રહ્માજીનું મંદિર

પહાડની ચઢાણ શરૂ થાય તે વિસ્તારમાં બ્લેક સ્ટોનથી બનેલું 9મી સદીનું બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે. સ્થાનિક લોકો આજે પણ અહીં ધાર્મિક વિધિઓ કરે છે અને ગણેશજીને ફૂલ, ફળ તથા ધૂપ અર્પણ કરે છે. જ્વાળામુખી જેવા જોખમી સ્થળે સદીઓથી ચાલી આવતી આસ્થા અને પરંપરા ખરેખર અનોખી છે. ગણેશ ચતુર્થીના અવસરે માઉન્ટ બ્રોમોના બાપ્પાની આ કહાની બતાવે છે કે ભૌગોલિક સીમાઓથી પરે પણ શ્રદ્ધા લોકોના જીવનમાં કેટલી ઊંડી અસર ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mount Bromo Indonesia Ganesha statue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ