ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનની સીટનું રહસ્ય! રૂ, ફોમ કે કંઈક બીજું? જાણો અંદરની હકીકત

photo-story

5 ફોટો ગેલેરી

જાણવા જેવું / ટ્રેનની સીટનું રહસ્ય! રૂ, ફોમ કે કંઈક બીજું? જાણો અંદરની હકીકત

Last Updated: 09:22 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, ટ્રેનની સીટ માત્ર રૂંથી ભરેલી નથી હોતી? પણ તેમાં ફોમ, કુશનિંગ અને મજબૂત સપોર્ટનો ઉપયોગ થઈ શકે છે. આ ડિઝાઇનનો હેતુ સીટને આરામદાયક બનાવવાની સાથે તેને લાંબા સમય સુધી ટકાઉ રાખવાનો છે.

1/5

photoStories-logo

1. ટ્રેન સીટ

ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન આપણે કલાકો સુધી સીટ પર બેસીએ છીએ પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આ સીટની અંદર આખરે શું હોય છે? બહારથી સામાન્ય દેખાતી આ સીટને આરામદાયક બનાવવા માટે અંદર ખાસ પ્રકારની કુશનિંગ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું અંદર રૂં હોય છે?

ઘણા લોકોને લાગે છે કે સીટની અંદર રૂં ભરેલું હશે, પરંતુ હકીકતમાં એવું જરૂરી નથી. ટ્રેનના કોચ અને સીટની ડિઝાઇન પ્રમાણે તેમાં ફોમ, કુશનિંગ મટિરિયલ અને બીજી સપોર્ટિંગ સામગ્રીનો ઉપયોગ થઈ શકે છે. તેની ઉપર કપડું કે વિનાઇલનું કવર લગાવવામાં આવે છે, જેથી સીટ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સ્લીપર કોચની સીટમાં શું ખાસ હોય છે?

સ્લીપર કોચમાં સીટનો ઉપયોગ દિવસ દરમિયાન બેસવા માટે અને રાત્રે બર્થ તરીકે થાય છે. એટલે તેની અંદરની કુશનિંગ એવી હોવી જરૂરી છે કે વારંવાર ઉપયોગ અને વજન સહન કર્યા બાદ પણ તે ઝડપથી બગડે નહીં. આ કારણે ટ્રેનની સીટનું મટિરિયલ ઘરના સોફા કે ગાદલામાં વપરાતી સામાન્ય કુશનિંગ જેવું હોતું નથી. તેને સતત ઉપયોગ, મુસાફરોનું વજન અને લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સીટની નીચે પણ હોય છે મજબૂત સપોર્ટ

સીટને મજબૂત બનાવવાનું કામ માત્ર ફોમ કે કુશનિંગ નથી કરતું. તેની નીચે એક બેઝ અને સપોર્ટ સ્ટ્રક્ચર હોય છે, જે આખી સીટને મજબૂતી આપે છે અને મુસાફરનું વજન સંભાળે છે. તેના ઉપર કુશનિંગ લગાવીને આખી સીટને કવર કરવામાં આવે છે. એટલે બહારથી ભલે સીટ એક સામાન્ય ગાદીવાળી સીટ જેવી દેખાય, પરંતુ તેની અંદર એકથી વધુ લેયર અને સપોર્ટ સિસ્ટમ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. તો પછી રૂંનો ઉપયોગ કેમ નથી થતો?

રૂં શરૂઆતમાં ખૂબ નરમ હોય છે પરંતુ લાંબા સમય સુધી સતત દબાણ પડે તો તેનો આકાર બદલાઈ શકે છે અને તે બેસી જાય છે. ટ્રેનની સીટનો રોજ હજારો લોકો ઉપયોગ કરે છે તેથી એવી સામગ્રીની જરૂર પડે છે જે લાંબા સમય સુધી પોતાનો આકાર અને મજબૂતી જાળવી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

cotton support structures train seats
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ