ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SDPay ફ્રોડના બે મુખ્ય સૂત્રધાર ઝડપાયા, ધવલ પટેલ અને હિરેન શાહને ફ્લાઈટ મારફતે અમરેલી લાવવામાં આવ્યા

અમરેલી / SDPay ફ્રોડના બે મુખ્ય સૂત્રધાર ઝડપાયા, ધવલ પટેલ અને હિરેન શાહને ફ્લાઈટ મારફતે અમરેલી લાવવામાં આવ્યા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:21 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli Crime News: SDPay ફ્રોડના બે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઝડપી લેવાયા છે. અમરેલી પોલીસે ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજ્યમાં 635 કરોડના સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર બંને આરોપીને ઓડિશાથી ઝડપી પાડ્યા છે.

ADVERTISEMENT

Amreli Crime News: SDPay ફ્રોડના બે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઝડપી લેવાયા છે. અમરેલી પોલીસે ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજ્યમાં 635 કરોડના સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર બંને આરોપીને ઓડિશાથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીને અમરેલી પોલીસ ફ્લાઇટમાં લાવી છે. મુખ્ય આરોપી ધવલ પટેલની અટકાયત બાદ હજુ કેટલાક વધુ નામો ખુલે તેવી શક્યતા છે.

અમરેલીમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. 'SD Pay' અર્થાત 'Apna Pay' નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે દૈનિક ઊંચા વળતર અને રેફરલ બોનસની લાલચ આપી ગુજરાતના લાખો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે.

અમરેલી એસપી સંજય ખરાતની ટીમ અને અન્ય ટીમો મુખ્ય સૂત્રધાર ધવલ પટેલને શોધવા કામે લાગી હતી. એક ટીમને આરોપી ઓડીશાના સંભલપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે ઓડિશામાંથી ધવલ પટેલ અને હિરેન શાહ બંનેને ઝડપી લીધા છે.

'SD Pay' એપના 10 લાખ યૂઝર્સ

ઝડપી નાણાં બમણા કરવાની અને રોકાણ પર દૈનિક અસાધારણ કેશબેક આપવાની લાલચ આપીને આચરવામાં આવેલા આ સાયબર કૌભાંડના તાર સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે. આરોપીઓએ 'SD Pay' એપ્લિકેશન બનાવી પ્લે સ્ટોર પર મુકી હતી, જેના 10 લાખથી પણ વધુ ડાઉનલોડ્સ અને યુઝર્સ હોવાનું સામે આવ્યું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગુજરાત / રાજ્યમાં સાત પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી, 6 PIને ATSમાં મૂકાયા, એકની અમદાવાદ ગ્રામ્યમાં બદલી

634 કરોડનો ફ્રોડ કર્યો

પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યા મુજબ પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરલથી જ દોઢ થી પોણા બે લાખ લોકોને આ નેટવર્કમાં જોડ્યા હતા. આ કૌભાંડ આચરવા માટે આરોપીઓએ 'એસ.ડી. હબ', 'શિવ ધરતી કોમ્યુનિકેશન' અને 'ઉપાય ડિજી' જેવી કુલ 7 બોગસ કંપનીઓ ઉભી કરી હતી. આ કંપનીઓના અલગ-અલગ 15 બેંક ખાતાઓમાં રૂ. 634 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. આ સિવાય એનસીસીઆરપી (NCCRP) પોર્ટલ પર પણ આ કંપનીઓના ખાતાઓ વિરૂદ્ધ દેશભરમાંથી 83 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli News Amreli Crime News SDPay Fraud

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ