ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Blinkitમાંથી મંગાવેલા લાડુમાં ફૂગ, સુરતના ગ્રાહકે વીડિયો બનાવી કરી કાર્યવાહીની માગ
Last Updated: 10:09 AM, 15 September 2026
ADVERTISEMENT
ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ઓનલાઈન ઓર્ડર કરાયેલા મોતીચૂરના લાડુને લઈને સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પ્રદીપ ગુપ્તાએ Blinkit પરથી મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા. જોકે, લાડુનું પેકેટ ખોલતાં તેમાં ફૂગ જોવા મળતાં ગ્રાહકે નારાજગી વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
પ્રદીપ ગુપ્તાના જણાવ્યા મુજબ, ગણેશ ચતુર્થી નિમિત્તે તેમણે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે લાડુનો ઓર્ડર કર્યો હતો. લાડુ મળ્યા બાદ તપાસ કરતાં કેટલાક લાડુ ફૂગવાળા હોવાનું જણાયું હતું. આ અંગે તેમણે વીડિયો બનાવી સમગ્ર મામલો સામે લાવ્યો હતો.
Blinkitમાંથી મંગાવેલા લાડુમાં ફૂગ, સુરતના ગ્રાહકે વીડિયો બનાવી કરી કાર્યવાહીની માગ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 15, 2026
સુરતમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઓનલાઈન મંગાવેલા મોતીચૂરના લાડુને લઈને ગ્રાહકને કડવો અનુભવ થયો છે. પ્રદીપ ગુપ્તાએ Blinkitમાંથી મંગાવેલા લાડુ ફૂગવાળા હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ કર્યા બાદ સંતોષકારક… pic.twitter.com/YuqbzGUypi
ADVERTISEMENT
ગ્રાહકે લાડુની ગુણવત્તા અંગે ફરિયાદ કરતાં Blinkit તરફથી મળેલા જવાબને લઈને પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો છે. ગ્રાહકનો આક્ષેપ છે કે ફરિયાદને ગંભીરતાથી લેવાને બદલે તેમને ઉડાઉ જવાબ મળ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રદીપ ગુપ્તાએ સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે. સાથે જ તેમણે ખાદ્ય ચીજોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે જવાબદાર કંપની સામે તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં મેઘમહેર, અંજારમાં સૌથી વધુ 7.24 ઈંચ વરસાદ
ગ્રાહકે રાજ્યના આરોગ્ય મંત્રીને પણ અપીલ કરી છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને જો ખાદ્ય પદાર્થમાં ખરેખર ગુણવત્તાની ખામી જણાય તો સંબંધિત જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો