ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને ધમકીભર્યો મેઈલ, ડ્રોન હુમલાની પણ ધમકીથી ખળભળાટ

ગુજરાત / ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને ધમકીભર્યો મેઈલ, ડ્રોન હુમલાની પણ ધમકીથી ખળભળાટ

Published By: Nidhi Panchal

Last Updated: 11:58 AM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ઓફિશિયલ મેઈલ એડ્રેસ પર ખાલિસ્તાની ગ્રુપના નામે ધમકીભર્યો મેઈલ આવ્યો છે, જેમાં ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી છે.

ADVERTISEMENT

અવારનવાર અનેકોવાર ગુજરાતમાં કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. ત્યારે ફરી એકવાર રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ કોર્ટના ઓફિશિયલ મેઈલ એડ્રેસ પર એક ધમકીભર્યો મેઈલ આવતા સુરક્ષા તંત્ર પણ સતર્ક બન્યું છે. મળેલી માહિતી પ્રમાણે ખાલિસ્તાની ગ્રુપના નામે આ ધમકી આપવામાં આવી છે. માત્ર બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની વાત જ નહીં, પરંતુ ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારનો મેઈલ મળતા કોર્ટ પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

bombbbb

ધમકીભર્યા મેઈલમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટના ઓફિશિયલ મેઈલ પર સીધી આવી ધમકી મળતા મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ધમકીની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી તપાસ અને તકેદારી શરૂ કરવામાં આવી છે. કોર્ટ જેવી મહત્વની સરકારી અને ન્યાયિક સંસ્થાને આવી ધમકી મળવી સામાન્ય બાબત નથી, તેથી સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.

અરજદારો અને કોર્ટના કર્મચારીઓની અવરજવર રહે

રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો, વકીલો, અરજદારો અને કોર્ટના કર્મચારીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અથવા ડ્રોન હુમલાની ચેતવણીથી સ્વાભાવિક રીતે જ ચિંતાનો માહોલ સર્જાય છે. જોકે, માત્ર ધમકીભર્યો મેઈલ મળ્યો છે એટલે તેને સાચો ખતરો માની લેવાની જગ્યાએ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સત્યતા અને મેઈલ પાછળ કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતની વિવિધ કોર્ટ અને સરકારી સંસ્થાઓને મળી ચૂકી

આ પ્રકારની ધમકી અગાઉ પણ ગુજરાતની વિવિધ કોર્ટ અને સરકારી સંસ્થાઓને મળી ચૂકી છે. તાજેતરમાં ગુજરાતની એકથી વધુ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળ્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા. રાજકોટ કોર્ટને મળેલી હાલની ધમકીમાં ખાસ કરીને ખાલિસ્તાની ગ્રુપનું નામ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી સુરક્ષા એજન્સીઓ માટે પણ આ મામલો મહત્વનો બન્યો છે.

આ પણ વાંચો : 80 વર્ષીય વૃદ્ધા સાથે ઠગાઈ, વિધિના નામે સાડીના છેડામાં રોકડ-દાગીના લઈ મહિલા ફરાર

હવે પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ધમકીભર્યા મેઈલની તપાસ કરવામાં આવશે. મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો, તેને મોકલનાર કોણ છે અને ખરેખર કોઈ હુમલાની યોજના છે કે પછી માત્ર ભય ફેલાવવા માટે આવી ધમકી આપવામાં આવી છે, તે અંગે તપાસ હાથ ધરાશે. સાથે જ કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવી શકે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળેલી આ ધમકીને પગલે કોર્ટ પરિસરમાં આવતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર મામલે તપાસ આગળ વધે તેમ ધમકી પાછળનું સાચું કારણ અને મેઈલ મોકલનારની ઓળખ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Threat Rajkot Court Khalistani Group

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ