ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીનો ગણેશ પંડાલ જોઈ 'આંખો ચાર થઇ જશે', અહીં દર્શન કરતાની સાથે જ 80ના દાયકાની યાદ આવશે

નવસારી / નવસારીનો ગણેશ પંડાલ જોઈ 'આંખો ચાર થઇ જશે', અહીં દર્શન કરતાની સાથે જ 80ના દાયકાની યાદ આવશે

Published By: Vishal Khamar
Reported By: Rajesh Solanki

Last Updated: 04:01 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસારીના ગણેશ યુવક મંડળે ગોલ્ડન જ્યુબિલી વર્ષે 80ના દાયકાની થીમ પર અનોખું ગણેશ પંડાલ બનાવ્યું છે, જેમાં જૂના ટેલિફોન, કેસેટ, સિક્કા સહિતની વસ્તુઓ જોવા મળે છે.

ADVERTISEMENT

આજકાલ દરેક જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને આધુનિક ટેકનોલોજીનો જમાનો ચાલે છે. પણ જરા વિચારો, જો કોઈ તમને એમ કહે કે માત્ર એક જ ઝલકમાં તમે સીધા 80ના દાયકામાં પહોંચી જશો, તો? હા, આજના આ ફાસ્ટ યુગમાં વાસ્તવિક જૂની યાદોને તાજી કરતું એક અદભુત નવસારીનું ગણેશ પંડાલ સોશિયલ મીડિયા પર નહીં, પણ રિયલ લાઇફમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આજના આધુનિક અને ફાસ્ટ યુગમાં જ્યાં દરેક જગ્યાએ ટેકનોલોજીનો બોલબાલા છે, ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન એક એવું પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે લોકોને વાસ્તવિક રીતે જ 1980ના દાયકામાં પાછા લઈ ગયું છે. છેલ્લા 50 વર્ષથી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરતા ગણેશ યુવક મંડળ દ્વારા આ ગોલ્ડન જ્યુબિલી વર્ષે એક અત્યંત પ્રેરણાદાયક થીમ રજૂ કરવામાં આવી છે. જેમાં 15 દિવસની મહેનતથી મંડળના યુવાનોએ થરમોકોલ ની મદદથી અદભુત 80 ના દાયકાની ચીજ વસ્તુઓની શ્રીજી પ્રતિમા મુક્તા જ શહેરમાં તેને જોવા માટે આકર્ષણ જામ્યું છે.

પંડાલમાં જૂના સમયના રોટરી ડાયલવાળા ટેલિફોન, સ્લેટ, જૂના સિક્કા, કેસેટ, અંતર્દેશીય પત્ર, ટપાલ પેટી, પ્રાઈમસ અને ફાનસ જેવી અનેક વિસરાતી ચીજવસ્તુઓ જોવા મળી રહી છે. આ બધી અસલી વસ્તુઓથી સજ્જ પંડાલને જોઈને વડીલો ભાવુક થઈ રહ્યા છે, અને નવી પેઢીને પોતાના બાળપણની વાતો કહીને સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ યાદ કરાવતા નજરે પડી રહ્યા છે."

આ પણ વાંચોઃ પ્રદેશ કોંગ્રેસ Vs જિલ્લા કોંગ્રેસ! ગુલાબસિંહની ટીમ રદ થતા બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!

ચોક્કસપણે, આ ગોલ્ડન જ્યુબિલી વર્ષે ગણેશ યુવક મંડળનો આ પ્રયાસ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પણ આપણા સાંસ્કૃતિક વારસા અને સાદગીભર્યા જીવનના મૂલ્યોને ઉજાગર કરતો એક ઉત્તમ દાખલો બન્યો છે. આપના વિસ્તારમાં પણ આવા કોઈ વિશેષ આયોજનો જોવા મળી રહ્યા છે ખરા? એક જમાનામાં ગણેશ મંડળોની સાથે સાથે અલગ અલગ મેસેજ આપતી થીમ ઉપર ડેકોરેશન પણ કરવામાં આવતા હતા પરંતુ હવે સમય જતા આ ડેકોરેશન ભુલાયા છે પરંતુ તેના સ્થાને અલગ અલગ રંગ રૂપ આકાર અને ડિઝાઇન વાળી ગણેશ પ્રતિમાઓ ગણેશ ઉત્સવ અને ચાર ચાંદ લગાવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Golden Jubilee Ganesh Pandal 80s Theme Ganesh Pandal Navsari Ganesh Utsav

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ