ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં ચોમાસા વચ્ચે બંધ સ્ટ્રીટ લાઈટોથી વધ્યું જોખમ, ખાડા-પાણી ભરેલા રસ્તાઓ પર વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી
Last Updated: 02:05 PM, 15 September 2026
ADVERTISEMENT
શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની અને ખાડા પડવાની સમસ્યા વચ્ચે હવે અનેક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઈટોએ નાગરિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તાર સુધીના કેટલાક મુખ્ય માર્ગો તેમજ રહેણાક વિસ્તારોમાં રાતના સમયે અંધારપટ છવાઈ રહેતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
ADVERTISEMENT

પૂર્વ વિસ્તારમાં ખોખરા સર્કલથી હાટકેશ્વર સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ, રૂક્ષ્મણીબેન સરકારી હોસ્પિટલથી હાટકેશ્વર તરફના રસ્તા તેમજ સર્વોદયનગર હાઉસિંગ બોર્ડ વસાહતના આંતરિક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો સામે આવી છે. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયેલું હોય અને ખાડા નજરે ન પડે ત્યારે અંધારામાં વાહન ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
ADVERTISEMENT
પશ્ચિમ વિસ્તારમાં પણ સ્થિતિ અલગ નથી. આઈઆઈએમ રોડથી ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ તરફ જતા માર્ગ અને અંધજન મંડળ ચાર રસ્તા નજીક સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાના કારણે રાતે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અન્ય નાગરિકોની સતત અવરજવર રહે છે.
ADVERTISEMENT
ચોમાસામાં અંધારું અને ભીનો રસ્તો મળીને જોખમ વધારી રહ્યાં છે. રસ્તા પરના ખાડા કે પાણી ભરાયેલા ભાગનો અંદાજ ન આવતાં વાહનચાલકો અચાનક બ્રેક મારવા મજબૂર બને છે, જેના કારણે સ્લિપ થવાની અથવા અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. સર્વોદયનગર વસાહતમાં આંતરિક સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સ્થાનિક રહીશો માટે પણ રાતના સમયે અવરજવર મુશ્કેલ બની છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને અંધારા રસ્તાઓમાંથી પસાર થવું પડે છે. સ્થાનિકો દ્વારા અસામાજિક તત્ત્વોની પ્રવૃત્તિનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મોંઘા MD ડ્રગ્સ-ગાંજાની જરૂર નહીં, માત્ર રૂ.25ની ‘લાલ પરી’ બની નશાખોરોનો નવો વિકલ્પ
રહીશોના જણાવ્યા મુજબ સ્ટ્રીટ લાઈટની સમસ્યા અંગે એએમસીના લાઈટ વિભાગમાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી અસરકારક કામગીરી થઈ નથી. વરસાદી માહોલમાં રસ્તા, પાણી ભરાવાની અને ખાડા પડવાની સમસ્યા વચ્ચે પ્રકાશની સુવિધા પણ ખોરવાતાં નાગરિકોની મુશ્કેલી બેવડાઈ છે. સ્થાનિકોએ બંધ લાઈટોનું તાત્કાલિક સમારકામ કરી રાતના સમયે તમામ માર્ગો પર પૂરતો પ્રકાશ ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો