ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટની નસોમાં બ્લોકેજ ન હોય છતાં થઈ શકે હાર્ટ એટેક, ડૉક્ટરે સમજાવ્યા લક્ષણો

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / હાર્ટની નસોમાં બ્લોકેજ ન હોય છતાં થઈ શકે હાર્ટ એટેક, ડૉક્ટરે સમજાવ્યા લક્ષણો

Last Updated: 03:33 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાર્ટની નસોમાં મોટી બ્લોકેજ ન હોય તો હાર્ટ એટેક નહીં આવે એવું માનવું યોગ્ય નથી.કેટલાક કિસ્સામાં નસોમાં બ્લોકેજ વગર પણ હાર્ટ સુધી લોહી અને ઓક્સિજનનો પ્રવાહ અટકતા હાર્ટ એટેક આવી શકે છે.

1/7

photoStories-logo

1. બ્લોકેજ વગર પણ કેવી રીતે આવે હાર્ટ એટેક?

હાર્ટ એટેક માત્ર નસોમાં મોટી બ્લોકેજને કારણે જ થાય તે જરૂરી નથી. કેટલીક વખત એન્જિયોગ્રાફીમાં મોટી બ્લોકેજ ન દેખાય છતાં હાર્ટની માંસપેશીઓને પૂરતું લોહી અને ઓક્સિજન ન મળવાથી હાર્ટ એટેક આવી શકે છે. મેડિકલ ભાષામાં આ સ્થિતિને MINOCA એટલે કે Myocardial Infarction with Non-Obstructive Coronary Arteries કહેવામાં આવે છે. હાર્ટ એટેકના કુલ કેસોમાં આવા કેસોનો હિસ્સો અંદાજે 6થી 10 ટકા હોવાનું જણાવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. નસ અચાનક સંકોચાઈ જાય તો પણ જોખમ

કેટલાક લોકોમાં હાર્ટની નસ અચાનક સંકોચાઈ જાય છે. આ સ્થિતિને કોરોનરી આર્ટરી સ્પાઝમ કહેવામાં આવે છે. નસ સંકોચાઈ જવાથી થોડા સમય માટે હાર્ટ સુધી લોહીનો પ્રવાહ ઘટી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટની ખૂબ નાની નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય ન રહે તો માઇક્રોવેસ્ક્યુલર ડિસફંક્શન પણ કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. નાનો પ્લાક કે લોહીનો થક્કો પણ બની શકે કારણ

હાર્ટની નસમાં રહેલો ખૂબ નાનો પ્લાક તૂટી જાય તો પણ લોહીનો પ્રવાહ ખોરવાઈ શકે છે. કેટલીક વખત શરીરના બીજા ભાગમાં બનેલો લોહીનો થક્કો હાર્ટની નસ સુધી પહોંચીને ત્યાં અટકી જાય છે. આ સ્થિતિને કોરોનરી એમ્બોલિઝમ કહેવામાં આવે છે. એટલે માત્ર એન્જિયોગ્રાફીમાં મોટી બ્લોકેજ ન દેખાય તેના આધારે હાર્ટ એટેકનું જોખમ સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બ્લોકેજ ન દેખાય તો કયા ટેસ્ટ થાય?

એન્જિયોગ્રાફી અથવા CT કોરોનરી એન્જિયોગ્રાફીમાં મોટી બ્લોકેજ ન દેખાય તો પણ ડૉક્ટર દર્દીના લક્ષણો અને અન્ય તપાસને ધ્યાનમાં લે છે. ECG, વારંવાર કરવામાં આવતો ટ્રોપોનિન ટેસ્ટ અને હાર્ટની ઇમેજિંગથી સ્થિતિ સમજવામાં મદદ મળે છે. જરૂરિયાત મુજબ OCT, IVUS અને કાર્ડિયાક MRI જેવી તપાસ પણ કરવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. આ લોકોને વધુ સાવચેત રહેવાની જરૂર

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વધારે માનસિક તણાવ, ખૂબ ઠંડા વાતાવરણમાં રહેવું, વધુ ધૂમ્રપાન અને નશાનું વધુ સેવન હાર્ટની નસોમાં સ્પાઝમ સહિતની સમસ્યાનું જોખમ વધારી શકે છે. જોકે હાર્ટ એટેકનું કારણ વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી જોખમ હોય કે ન હોય, હાર્ટ સંબંધિત ગંભીર લક્ષણોને અવગણવા જોઈએ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આ લક્ષણો દેખાય તો તરત સાવધાન

છાતીમાં દબાણ, ભાર કે જકડાણ અનુભવાય તો તેને સામાન્ય ગેસની સમસ્યા માનીને અવગણશો નહીં. છાતીનો દુખાવો હાથ, ખભા, પીઠ, ગરદન અથવા જડબા સુધી ફેલાઈ શકે છે. આ સાથે શ્વાસ લેવામાં તકલીફ, અચાનક નબળાઈ અથવા ઠંડો પરસેવો પણ આવી શકે છે. આવા લક્ષણો અચાનક અને ગંભીર હોય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Without Blockage Heart Attack Symptoms MINOCA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ