ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ તારીખે આવશે Oppo Find X10 સિરીઝ, 8000mAh બેટરી અને 200MP કેમેરાથી મચાવશે ધૂમ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:14 PM, 15 September 2026
1/6
2/6
Oppo Find X10 સિરીઝનું લોન્ચિંગ 22 સપ્ટેમ્બરે ચીનમાં થશે. આ ઇવેન્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જે ભારતીય સમય પ્રમાણે સાંજે 4:30 વાગ્યાનો સમય થાય છે. આ સાથે Oppo Watch S2 અને Enco X4 પણ રજૂ કરવામાં આવશે. કંપનીએ ચીનમાં આ ફોન માટે પ્રી-રિઝર્વેશન પણ શરૂ કરી દીધું છે.Find X10 Pro Maxને Moon White, Light Titanium અને Warm Orange કલરમાં રજૂ કરવામાં આવશે. જ્યારે Find X10માં Ice Blue, Light Titanium અને Clear Orange કલર વિકલ્પો મળશે.
ADVERTISEMENT
3/6
Find X10 અને Find X10 Pro Maxમાં 12GB+256GB, 12GB+512GB, 16GB+512GB અને 16GB+1TB જેવા રેમ અને સ્ટોરેજ વિકલ્પો મળવાની માહિતી છે. Find X10Eમાં 12GB+256GB અને 16GB+512GB વેરિઅન્ટ આપવામાં આવશે.ડિઝાઇનની વાત કરીએ તો Find X10 અને Find X10Eમાં ત્રણ કેમેરા સાથે સ્ક્વેર શેપનું કેમેરા મોડ્યુલ જોવા મળશે. Pro Maxમાં કેમેરા માટે મોટું રેક્ટેન્ગ્યુલર મોડ્યુલ આપવામાં આવ્યું છે. ત્રણેય ફોનમાં ફ્લેટ ફ્રેમ અને ગોળ કોર્નર આપવામાં આવ્યા છે.
4/6
Find X10માં બે 200MP રિયર કેમેરા આપવામાં આવી શકે છે, જ્યારે Find X10 Pro Maxમાં ત્રણ 200MP કેમેરા મળશે. Pro Maxને ત્રણ 200MP કેમેરા ધરાવતો પહેલો સ્માર્ટફોન તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. કેમેરા સિસ્ટમમાં Oppo અને Hasselbladની ભાગીદારી જોવા મળશે.બેટરીની વાત કરીએ તો Find X10 અને Pro Maxમાં 8,000mAh સુધીની મોટી બેટરી મળવાની માહિતી છે. સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળવાની શક્યતા છે.Find X10માં Tiangong Screen 2.0 OLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ ડિસ્પ્લેને ઓછા પ્રકાશમાં સારી કામગીરી અને બ્લુ લાઇટ ઘટાડવા માટે તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
5/6
Find X10માં MediaTek Dimensity 9600M ચિપસેટ મળવાની માહિતી સામે આવી છે. જ્યારે Find X10 Pro Maxમાં Dimensity 9600 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે. Find X10Eના ચિપસેટ અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.રિપોર્ટ્સ અનુસાર નવા ચિપસેટ્સ પર્ફોર્મન્સની સાથે પાવર એફિશિયન્સી પર પણ ફોકસ કરશે. Oppoની નવી સિરીઝ ખાસ કરીને કેમેરા, બેટરી અને ફ્લેગશિપ પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ