ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / એક સમાચારથી PNC Infratechનો શેર તળિયે બેસી ગયો, 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો શેર

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / એક સમાચારથી PNC Infratechનો શેર તળિયે બેસી ગયો, 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો શેર

Last Updated: 04:48 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા પીએનસી ઈન્ફ્રાટેક (PNC Infratech) અને તેની સબસિડિયરી કંપની પર ત્રણ વર્ષનો બૅન લંબાવવામાં આવતા કંપનીના શેરમાં 15 સપ્ટેમ્બરે 320 ટકાનો મોટો કડાકો બોલાયો છે.

1/5

photoStories-logo

1. એક સમાચારથી PNC Infratechનો શેર તળિયે બેસી ગયો, 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો શેર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જાણીતી કંપની પીએનસી ઇન્ફ્રાટેક (PNC Infratech) માટે 15 સપ્ટેમ્બરનો દિવસ ભારે નુકસાનસાબિત થયો છે. NHAI દ્વારા અવધ એક્સપ્રેસવે પ્રાઈવેટ લિમિટેડ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પીએનસી ઈન્ફ્રાટેક માટે વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવતા આજે શેરબજાર ખુલતાની સાથે જ શેર 20 ટકા ગબડીને રૂ. 140.40ની ૫૨ અઠવાડિયાની સૌથી નીચલી સપાટીએ આવી ગયો હતો. 21 ઓક્ટોબર 2024 પછી આ શેરમાં એક જ દિવસમાં આવેલો આ સૌથી મોટો કડાકો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પ્રતિબંધનું મુખ્ય કારણ અને અસર

કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પેકેજ-II ની નિર્માણ ગુણવત્તા (સ્ટ્રક્ચરલ ખામીઓ) સામે આવતા NHAI દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ બૅનને કારણે કંપની આગામી ત્રણ વર્ષ સુધી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH), NHAI કે તેમની સંલગ્ન એજન્સીઓના કોઈપણ નવા હાઇવે પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. NHAI એ કંપનીનો સૌથી મોટો ક્લાયન્ટ છે, જૂન સુધીના આંકડા મુજબ કંપનીના કુલ રૂ. 19,200 કરોડના ઓર્ડર બેકલોગમાં NHAI નો હિસ્સો લગભગ 36% જેટલો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ચાલુ પ્રોજેક્ટ્સ અને કંપનીનું વલણ

જોકે, રાહતની વાત એ છે કે કંપનીના હાલ ચાલુ હોય તેવા પ્રોજેક્ટ્સ અથવા જેમાં કંપની L1 (સૌથી ઓછી બોલી લગાવનાર) બિકમ બની ચૂકી છે, તેના પર આ પ્રતિબંધની કોઈ અસર થશે નહીં. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તે આ નિર્ણય સામે તમામ કાનૂની વિકલ્પો ચકાસી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઊંચી સપાટીથી 55 ટકા જેટલો ગબડ્યો

અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ NHAI દ્વારા કંપનીને 'નોન-પર્ફોર્મર' જાહેર કરવાની અને રેટિંગ ઘટાડવાની નોટિસ આપવામાં આવી હતી. આ શેર તેની ૫૨ અઠવાડિયાની રૂ. 325 ની ઊંચી સપાટીથી 55 ટકા જેટલો ગબડી ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ડિસ્ક્લેમર

આ લેખમાં આપેલી માહિતી માત્ર સમાચાર અને માહિતીના હેતુ માટે છે. શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પ્રમાણિત નાણાકીય સલાહકાર (Certified Financial Advisor) ની સલાહ લેવી આવશ્યક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

StockMarketIndia PNCInfratech StockCrash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ