ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : દીવ નજીક પાણીથી ભરેલી ખાડીમાં કાર ખાબકી, 4 મિત્રોએ એવું કર્યું કે બચી ગયો જીવ
Last Updated: 08:02 PM, 15 September 2026
ADVERTISEMENT
દીવ નજીકના નલિયા માંડવીમાં વરસાદી પાણી ભરેલ ખાડીમાં એક કાર ખાબકી હતી જેમાં 4 દોસ્તોનો બચાવ થયો હતો. પાણીનો ભારે પ્રવાહ હોવાથી કાર ખાડીમાં ઉતરી ગઈ હતી પરંતુ સમયસૂચકતા દાખવીને ડૂબે એ પહેલા 4 મિત્રો કારમાંથી બહાર નીકળી ગયા હતા.
ADVERTISEMENT
દીવ નળીયા માડવી નજીક વરસાદી પાણી ભરેલ ખાડી માં કાર ખાબકી, પાણી નો ભારે પ્રવાહ હોવાથી ચાર મિત્રો સાથે કાર ઉતરી પાણી ભરેલ ખાડીમા#Diu #Naliya #Mandvi #CarAccident #HeavyRain #GujaratRain #Monsoon #VTVDigital pic.twitter.com/LCFE3BlMyj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 15, 2026
કારને ટ્રેક્ટર દ્વારા ખેંચીને બહાર કઢાઈ
ADVERTISEMENT
ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ કારને ટ્રેક્ટર દ્વારા ખેંચીને બહાર કાઢી હતી. ગામના સ્થાનિક લોકોની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચોઃ નવસારીનો ગણેશ પંડાલ જોઈ 'આંખો ચાર થઇ જશે', અહીં દર્શન કરતાની સાથે જ 80ના દાયકાની યાદ આવશે
ADVERTISEMENT
દીવમાં ધોધમાર વરસાદ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ઘોઘલા ગામમાં 4 ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી. આ વરસાદી આફતને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો