ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં બાથરૂમ સાફ કરવાની ના પાડી તો સાસુએ વહુ પર કર્યો એસિડ એટેક
Last Updated: 06:49 PM, 15 September 2026
ADVERTISEMENT
વ઼ડોદરાના ગોરવા વિસ્તારમાં સાસુએ પુત્રવધુ પર એસિડ એટેક કર્યો હતો. આ પછી હેલી દુધરેજીયા નામની મહિલાએ તેની સાસુ પતિ, અને નણંદ સામે પોલીસ ફરિયાદ લખાવી છે. એલર્જી હોવાથી વહુએ બાથરૂમ સાફ નહોતું કર્યું આથી ઉશ્કેરાઈને સાસુએ એસિડ એટેક કર્યો હતો. વહુ હેલીના મોં પર એસિડ ફેંકતા તે બળી હતી. ગોરવા પોલીસે પતિ પિયુષ દુધરેજીયાની ધરપકડ કરી છે. એસિડ ફેંકનાર મહિલા સાસુ ભાવનગરથી પરત આવ્યા બાદ ધરપકડ કરાશે.
ADVERTISEMENT
વહુએ શું કહ્યું?
પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન બાદ સાસુ કોઇને કોઇ બાબતે ઝઘડા કરતા હતા.જ્યારે પતિ પણ માતા કહે તેટલું જ કરવાનું તેમ કહેતા હતા.બે નણેદો અને પિતા પણ પતિની ઉશ્કેરણી અને ઝઘડા કરતા હતા. 1૦મી સપ્ટેમ્બરે બપોરે સાસુએ બાથરુમ સાફ કરવા કહ્યું હતું. હું બાથરુમ સાફ કરવા ગઇ ત્યારે સાસુએ એસિડથી સાફ કરવા કહ્યું હતું.પરંતુ મને એસિડની એલર્જી હોવાથી મેં ના પાડી હતી.જેથી સાસુએ મારા પર એસિડ નાખતા ગળા અને મોંઢાના ભાગે ઇજા થઇ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નવસારીનો ગણેશ પંડાલ જોઈ 'આંખો ચાર થઇ જશે', અહીં દર્શન કરતાની સાથે જ 80ના દાયકાની યાદ આવશે
પિતરાઈ ભાઈઓએ હોસ્પિટલ ખસેડી
ADVERTISEMENT
એસિડ પડતાં પરિણીતાને ગળા અને મોઢા પર ગંભીર બળતરા થતાં તેણે પતિને ફોન કરી જાણ કરી હતી. જોકે, પતિ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં પિયરમાં પિતરાઈ ભાઈઓની મદદથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.