ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ઓલિમ્પિયાડ પહેલાં જ શરૂ થયો ‘રૂમ કાંડ’,5 કલાક રૂમ માટે રઝળપાટ

સ્પોર્ટસ / ઓલિમ્પિયાડ પહેલાં જ શરૂ થયો ‘રૂમ કાંડ’,5 કલાક રૂમ માટે રઝળપાટ

Published By: Nirav Kumar

Last Updated: 08:31 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FIDE ચેસ ઓલિમ્પિયાડ પહેલા સમરકંદ પહોંચ્યા બાદ ગુકેશ સહિત ભારતીય ચેસ ટીમને લગભગ પાંચ કલાક સુધી રૂમ ન મળતાં ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો.

ADVERTISEMENT

2026 FIDE ચેસ ઓલિમ્પિયાડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરવા જઈ રહેલી ભારતીય ચેસ ટીમને ટૂર્નામેન્ટ શરૂ થાય એ પહેલાં જ મોટો કડવો અનુભવ થયો છે. જેમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચેલી ભારતીય ટીમને લગભગ પાંચ કલાક સુધી રહેવા માટે રૂમ ફાળવવામાં આવ્યા નહોતા.

દુનિયાની સૌથી મોટી ટીમ ચેસ સ્પર્ધાઓમાંની એકમાં ભારત પાસેથી ફરી ગોલ્ડની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ સમરકંદ પહોંચ્યા બાદ પ્લેયર અને સપોર્ટ સ્ટાફને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તેનાથી ટીમમાં ભારે નિરાશા જોવા મળી.

જેમાં ભારતીય ટીમ સમરકંદ એરપોર્ટ પર ઉતર્યા બાદ લગભગ પાંચ કલાક પસાર થઇ ગયા હતા છતાં તેમના રહેવાની વ્યવસ્થા અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. ખાસ વાત એ છે કે ટીમને રૂમ ક્યારે મળશે તેની પણ કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નહોતી. જેમાં ભારતીય ટીમના નોન-પ્લેઇંગ કેપ્ટન અને ગ્રાન્ડમાસ્ટર શ્રીનાથ નારાયણને સોશિયલ મીડિયા પર આ અવ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું કે ટીમ એરપોર્ટ પહોંચ્યાના 5 કલાક બાદ પણ રૂમ ફાળવાયા નહોતા અને ક્યારે રૂમ મળશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નહોતી.

ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરતાં સમરકંદમાં ટીમના આ અનુભવને લઈને કહ્યું કે ઓલિમ્પિયાડની શરૂઆતની છાપ જ ખૂબ ખરાબ રહી છે અને ટીમ હજુ પણ રાહ જોઈ રહી છે. આ મુશ્કેલી વચ્ચે ભારતીય ટીમનું ધ્યાન હવે મેઈન ટાર્ગેટ પર રહેશે.

ચેસ ઓલિમ્પિયાડને ચેસની દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટીમ ઇવેન્ટ માનવામાં આવે છે. 2026 એડીશનની શરૂઆત 15 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન સમારોહ સાથે થશે, ત્યારબાદ ક્લાસિકલ ચેઝના 11 રાઉન્ડ રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં ભાગીદારીની દૃષ્ટિએ પણ નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. ઓપન અને મહિલા વર્ગને મળીને કુલ 400 ટીમોએ એન્ટ્રી કરી છે, જેમાં 208 ટીમો ઓપન સેક્શનમાં અને 192 ટીમો મહિલા સેક્શનમાં છે. આ સંખ્યા 2024 બુડાપેસ્ટ ઓલિમ્પિયાડના 280 ટીમોના અગાઉના રેકોર્ડ કરતાં વધુ છે.

વધુ વાંચો : શ્રીલંકાને હરાવી ભારતે મહિલા એશિયા કપ જીત્યો, પરંતુ પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર!

2024માં બૂડાપેસ્ટમાં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર ઇતિહાસ રચ્યો હતો. આ વખતે પણ ભારતે બંને કેટેગરીમાં ખૂબ જ મજબૂત ટીમ ઉતારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chess team Indian team Samarkand

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ