ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના વાગરાની GIDCમાં અચાનક ફાટી નીકળી આગ, 7 કિમી દૂરથી દેખાઈ જ્વાળાઓ
Last Updated: 07:36 PM, 15 September 2026
ADVERTISEMENT
સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ બાદ કંપની પરિસરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર આવી પહોંચ્યાં હતા અને આગ બુઝાવાનું શરુ કર્યું હતું.
ADVERTISEMENT
7 કિલોમીટર દૂરથી દેખાતી હતી જ્વાળાઓ
આગ એટલી ભીષણ હતી કે થોડા જ સમયમાં તેણે મોટું સ્વરૂપ લઈ લીધું. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા લગભગ 7 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હાલ સુધી કોઈ જાનહાની થઈ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
વધુ વાંચો : શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? ક્રૂડ ઓઈલ આવવાના બધા રસ્તા બંધ, દુનિયામાં મચશે કોહરામ
કર્મચારીઓમાં મચી નાસભાગ
ADVERTISEMENT
આગ લાગતાં કંપનીમાં કામ કરતાં કર્મચારીઓમાં નાસભાગ મચી હતી તથા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.