ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : ગણેશોત્સવ માટે 21000નો ફાળો ન આપ્યો તો વેપારીને માર માર્યો, દીકરીઓ-પત્ની સાથે ધક્કામુક્કી
Last Updated: 09:42 PM, 15 September 2026
ADVERTISEMENT
વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં ગણેશોત્સવના ફાળા માટે ગણેશ મંડળના યુવકોએ દુકાનદારને માર માર્યો હતો અને તેમની પાસેથી ફાળા પેટે 21000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી, વેપારીએ આટલી મોટી રકમ આપવા ની ના પાડતા વેપારી બિજેન્દ્રિસિહ ગોપાલસિંહ વાઘેલા તેના પુત્ર સાથે માર ઝુડ કરી હતી બે દીકરી અને પત્ની વચ્ચે પડતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરી હતી.
ADVERTISEMENT
વડોદરામાં ભક્તિના નામે દુકાનદાર સાથે દાદાગીરી, વડોદરાના ચોખંડી વિસ્તારમાં વેપારી સાથે થઇ મારામારી, ફાળા પેટે 21 હજાર રૂપિયા માગ્યા હોવાનો દુકાનદારનો દાવો#Vadodara #Chokhandi #Ganeshotsav #Extortion #Crime #GujaratPolice #VTVDigital pic.twitter.com/HDMdcosZ72
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
આ પણ વાંચોઃ નવસારીનો ગણેશ પંડાલ જોઈ 'આંખો ચાર થઇ જશે', અહીં દર્શન કરતાની સાથે જ 80ના દાયકાની યાદ આવશે
ADVERTISEMENT
વિદેશમાંથી પુત્રે પોલીસ કમિશનરને ફોન કર્યો ત્યારે લીધી ફરીયાદ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જોકે વાડી પોલીસે પહેલા તો ફરિયાદ જ લીધી નહોતી પરંતુ વિદેશમાં રહેતા વેપારીના પુત્રે પોલીસ કમિશ્નર ને પત્ર લખતા પોલીસે ફરિયાદ લીધી હતી જોકે માર મારનાર લોકો એ પણ ફરિયાદ આપતા બંને પક્ષ ના લોકો ની પોલીસે ધરપકડ કરી જામીન આપ્યા હતા હાલ નો ચોખંડીના ગણેશ મંડળ માં સોંપો પડી ગયો છે અને એક પણ સ્વયં સેવક અહીં જોવા મળ્યો ન હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.