ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં નકલી દૂધનું રેકેટ ઝડપાયું, રોજનું હજારો લીટર બનાવટી દૂધ બનતું
Last Updated: 06:59 AM, 16 September 2026
ADVERTISEMENT
જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ડુંગરપુરના ચાંદની ચોક વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઇકબાલ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ચાર-પાંચ મહિનાથી નકલી દૂધ બનાવવામાં આવતું
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પામોલીન તેલ, દૂધ બનાવવાના પાવડર અને પાણીનું મિશ્રણ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા 4થી 5 મહિનાથી આ રીતે નકલી દૂધ બનાવતો હોવાની માહિતી મળી છે.
ADVERTISEMENT

બનાવટી દૂધને અસલ દૂધમાં મિક્સ કરીને વેચવામાં આવતું
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીના મકાનમાં દરરોજ આશરે 800થી 880 લીટર જેટલું બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ બનાવટી દૂધને અસલ દૂધમાં મિક્સ કરીને વિવિધ ડેરીઓમાં વેચવામાં આવતું હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.

ADVERTISEMENT
વધુ તપાસ હાથ ધરવામાં આવી
આ બનાવટી દૂધ નાગલપુર અને નાંદરખી વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ ડેરીઓમાં વેચવામાં આવતું હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. જોકે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
દૂધ સહિત અંદાજે રૂ. 86 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે આરોપીના મકાનમાંથી બનાવટી દૂધ સહિત અંદાજે રૂ. 86 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા બનાવટી દૂધના નમૂનાઓ વધુ તપાસ માટે FSL પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં 10 લાખની કિંમતનો બીયરનો જથ્થો ઝડપાયો, 37 લાખનો મુદામાલ કબજે કરાયો
આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન બનાવટી દૂધના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ અને આ દૂધ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.