ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એન્ટિલિયામાં બાપ્પાની ભક્તિમાં ઝૂમ્યાં નીતા અંબાણી, 'ડાંસ'નો ઈન્સાઈડ વીડિયો થયો વાયરલ

મનોરંજન / એન્ટિલિયામાં બાપ્પાની ભક્તિમાં ઝૂમ્યાં નીતા અંબાણી, 'ડાંસ'નો ઈન્સાઈડ વીડિયો થયો વાયરલ

Published By: Bijal Vyas

Last Updated: 03:37 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nita Ambani Dance Video: એન્ટિલિયા ગણેશોત્સવનો નીતા અંબાણીનો અગાઉ ક્યારેય ન જોવાયેલો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુલાબી સાડી અને હીરાના મલ્ટી-લેયર્ડ હારમાં સજ્જ નીતા અંબાણી બાપ્પાની ભક્તિમાં લીન થઈને નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે 'એન્ટિલિયા' ખાતે ગણેશોત્સવનો ઉત્સાહ અને માહોલ ખરેખર જોવાલાયક છે. અંબાણી પરિવારે ફરી એકવાર ગણપતિ બાપ્પાના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરી છે. બોલિવૂડ, બિઝનેસ અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ આ વિશેષ ઉત્સવમાં સામેલ થઈ હતી. સોશિયલ મીડિયા પર 'એન્ટિલિયા ચા રાજા' ગણેશોત્સવની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, એન્ટિલિયાની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળે છે.

વીડિયોમાં નીતા અંબાણી મહેમાનો અને પૂજારીઓની વચ્ચે પ્રાર્થના સ્થળે જોવા મળે છે. આરતી અને ભજનોની ધૂન વચ્ચે તેઓ સ્મિત કરતા, તાળીઓ પાડતા અને ખૂબ જ સુંદર રીતે નૃત્ય કરતા નજરે પડે છે. બાપ્પાના સ્વાગતનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. નીતા અંબાણીની આ ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બપ્પાની ભક્તિમાં ઝૂમતા દેખાયા નીતા અંબાણી

વાયરલ થયેલા વીડિયોમાં નીતા અંબાણી ગણપતિ બાપ્પાની સમક્ષ અત્યંત ઉત્સાહ સાથે ઝૂમતી જોવા મળે છે. તેમણે દેવતાના સ્વાગત માટે હળવું નૃત્ય કર્યું.ક્યારેક તેઓ તાળીઓ પાડતા તો ક્યારેક હાથ વડે ટ્રેડિશન ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળ્યા. બાપ્પાના આગમનનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય છે. સોશિયલ મીડિયા યૂઝર્સને તહેવારના આ અવસર પર નીતા અંબાણીનું આ ખુશનુમા રૂપ ખૂબ પસંદ આવી રહ્યું છે.

પિંક સાડીમાં દેખાયો નીતા અંબાણીનો રોયલ અંદાજ

ગણેશોત્સવની ઉજવણી માટે, નીતા અંબાણીએ ગુલાબી રંગની સુંદર છટા ધરાવતી આકર્ષક સિલ્ક સાડી પહેરી હતી. સાડીના પેસ્ટલ પિંક રંગે તેમના દેખાવને કોમળ અને એલિગન્ટ ટચ આપ્યો હતો, જ્યારે ઘાટા મેજેન્ટા રંગના બ્લાઉઝે એક સુંદર કોન્ટ્રાસ્ટ ઊભો કર્યો હતો. આ સાડી પર ઝીણવટભર્યું 'બૂટી' વર્ક કરવામાં આવ્યું હતું.

નીતા અંબાણીએ તેમના પરંપરાગત દેખાવને અત્યંત શાહી જ્વેલરી શોભા વધારી. તેમણે પહેરેલા મલ્ટી-લેયર્ડ હીરાના હારે ખાસ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું; આ ભવ્ય અને બહુ-સ્તરીય આભૂષણમાં ફૂલોની ડિઝાઈનવાળા મોટા હીરાના પેન્ડન્ટ્સ જડાયેલા હતા. તેમણે તેની સાથે મેચિંગ હીરાના ઈયરિંગ્સ અને બંગડીઓ પહેરી હતી.

ફૂલોની હેરસ્ટાઇલે વધારી સુંદરતા

નીતા અંબાણીએ સુંદર ફૂલોથી સજાવેલો 'લો બન' બનાવ્યો હતો. ગુલાબી અને સફેદ ફૂલોથી સજાવેલી તેમની હેરસ્ટાઇલ સાડી સાથે ખૂબ જ આકર્ષક લાગતી હતી. કપાળ પર ગોળ લાલ બિંદી અને હળવા મેકઅપે તેમના સંપૂર્ણ ભારતીય લુકને પરિપૂર્ણ કર્યો હતો.

આ પણ વાંચોઃ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની ફેમસ એક્ટ્રેસ હવે ક્યાં છે? માત્ર અભિનેત્રી નહીં, રીવાની રાજકુમારી છે મોહેના સિંહ

નીતા અંબાણીના ડાન્સે જીત્યુ બધાનુ દિલ

સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના ગણેશોત્સવની ઉજવણીની દરેક ઝલક ઝડપથી વાયરલ થાય છે, પરંતુ નીતા અંબાણીનો આ ખાસ વીડિયો સૌનું ધ્યાન ખેંચે છે. માત્ર તેમનો શાહી અંદાજ જ નહીં, પરંતુ બાપ્પા પ્રત્યેની ભક્તિભાવ સાથેનો તેમનો ડાન્સનો અંદાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો તેમના ડાન્સ, સ્મિત અને ટ્રેડિશનલ અંદાજના ખૂબ વખાણ કરી રહ્યા છે. ગણપતિ ઉત્સવના આ વિશેષ અવસર પર, તેમની ભક્તિભાવપૂર્ણ ભાવનાએ એન્ટિલિયાની ભવ્યતા વચ્ચે એક અત્યંત સુંદર ક્ષણનું સર્જન કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nita ambani dance video antilia ganesh utsav pink saree diamond jewelry

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ