ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કચ્છમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી, લો-પ્રેશર સર્જાતા આ જિલ્લાઓ પર ત્રાટકશે, આજે ક્યાં-ક્યાં થયો વરસાદ?
7 ફોટો ગેલેરી
Last Updated: 02:06 PM, 16 September 2026
1/7
ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદનું જોર યથાવત્ રહ્યું છે. આજે સવારથી રાજ્યના 13 તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે. 16 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કુલ 770.16 મિમી (30.32 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે મોસમના સરેરાશ વરસાદના 84.74 ટકા જેટલો છે.
2/7
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 110 તાલુકામાં સરેરાશ 3.21 મિમી વરસાદ નોંધાયો છે. આ દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ADVERTISEMENT
3/7
કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. માંડવી ઉપરાંત અબડાસામાં 2.13 ઈંચ અને મુન્દ્રામાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર કચ્છ ઝોનમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 8 ટકા વરસાદ નોંધાયો છે. સવારના 6થી બપોરના 12 વાગ્યા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોની શેરીઓમાં પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. બીજી તરફ નદીઓમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
4/7
ADVERTISEMENT
5/7
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે. દેવભૂમિ દ્વારકામાં મોસમના સરેરાશના માત્ર 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા વરસાદ નોંધાયો છે.આ વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેતી અને પાણીની સ્થિતિ પર તેની અસર જોવા મળી રહી છે.
6/7
ADVERTISEMENT
7/7
પાણીની આવક અને જળાશયોના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્યના 40 ડેમને હાઈ એલર્ટ, 13 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.આગામી દિવસોમાં વરસાદનું જોર કયા વિસ્તારોમાં રહે છે અને સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં કેટલી વરસાદી ભરપાઈ થાય છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ