ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે 11 સ્થળે ઝાડ ધરાશાયી, ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ રસ્તા પરથી વૃક્ષો હટાવ્યાં

ગુજરાત / અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે 11 સ્થળે ઝાડ ધરાશાયી, ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ રસ્તા પરથી વૃક્ષો હટાવ્યાં

Published By: Nidhi Panchal

Last Updated: 12:35 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ધોધમાર વરસાદ અને પવન વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની 11 જેટલી ઘટનાઓ સામે આવી છે. ઝાડ પડવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

અમદાવાદમાં ધોધમાર વરસાદ અને પવન વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની 11 જેટલી ઘટનાઓ બની છે. બોડકદેવ, સુભાષ બ્રિજ, નવરંગપુરા, ગોતા, નારણપુરા, પ્રગતિનગર, ગીતા મંદિર, આનંદનગર અને સાબરમતી સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ઝાડ પડવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને રસ્તા પર પડેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

ahd-tree-rain

ખાસ કરીને નવરંગપુરામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ઝાડ પડતાં ફાયર બ્રિગેડની ટીમોને મોકલવામાં આવી હતી. ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષોની ડાળીઓ તૂટવા સાથે કેટલાક સ્થળે આખાં ઝાડ રસ્તા પર ધરાશાયી થયાં હતાં. ઝાડ રસ્તા પર પડતાં કેટલાક સ્થળે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને રસ્તા પરથી વૃક્ષો અને ડાળીઓ હટાવવાનું કામ હાથ ધર્યું હતું.

સાબરમતી સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બની

બોડકદેવ, સુભાષ બ્રિજ, નવરંગપુરા, ગોતા, નારણપુરા, પ્રગતિનગર, ગીતા મંદિર, આનંદનગર અને સાબરમતી સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. ખાસ કરીને નવરંગપુરામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ઝાડ પડતાં ફાયર બ્રિગેડની ટીમને મોકલવામાં આવી હતી. ટીમોએ સ્થળ પર પહોંચી રસ્તા પર પડેલા વૃક્ષો અને ડાળીઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેથી વાહનવ્યવહાર ફરી સામાન્ય થઈ શકે.

કેટલાક સ્થળે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ભારે વરસાદ અને પવનના કારણે ઝાડ રસ્તા પર પડતાં કેટલાક સ્થળે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા વચ્ચે વૃક્ષો પડવાથી વાહનચાલકોને અવરજવરમાં અડચણ આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવતા રસ્તાઓ પરથી પડેલા ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હાલ આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ધોધમાર વરસાદ વચ્ચે સ્કૂલો અંગે મૂંઝવણ, કેટલીક શાળામાં રજા તો પરીક્ષા હોવાથી કેટલીક રાબેતા મુજબ ચાલુ

આગાહી વચ્ચે વૃક્ષો પડવાની ઘટનાઓને પગલે તંત્રની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં 18 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને 19 સપ્ટેમ્બરે પણ થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના છે. 20 સપ્ટેમ્બરથી હવામાનમાં થોડો સુધારો થવાની સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલે કે આગામી એક-બે દિવસ દરમિયાન વરસાદ અને પવનની સ્થિતિને જોતા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે, ખાસ કરીને વૃક્ષોની નીચે વાહન પાર્ક કરવાનું અને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Fire Brigade Tree Fall

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ