ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોધમાર વરસાદ વચ્ચે સ્કૂલો અંગે મૂંઝવણ, કેટલીક શાળામાં રજા તો પરીક્ષા હોવાથી કેટલીક રાબેતા મુજબ ચાલુ

ગુજરાત / ધોધમાર વરસાદ વચ્ચે સ્કૂલો અંગે મૂંઝવણ, કેટલીક શાળામાં રજા તો પરીક્ષા હોવાથી કેટલીક રાબેતા મુજબ ચાલુ

Published By: Nidhi Panchal

Last Updated: 12:15 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી, જ્યારે પરીક્ષા ચાલુ હોવાથી કેટલીક શાળાઓ રાબેતા મુજબ શરૂ રહેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ જોવા મળી હતી.

ADVERTISEMENT

વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને પગલે કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી, જ્યારે પરીક્ષા ચાલુ હોવાથી કેટલીક સ્કૂલ રાબેતા મુજબ ચાલુ રહી હતી. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સ્કૂલ મોકલવા અંગે મૂંઝવણ જોવા મળી હતી. સવારે વરસાદનું જોર વધુ હોવાથી અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં.

school-2

આ સ્થિતિ વચ્ચે પણ પરીક્ષા આપવાની હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ ભારે વરસાદમાં સ્કૂલે પહોંચ્યા હતા. વાલીઓ વિદ્યાર્થીઓને વરસાદથી બચાવતા સ્કૂલ સુધી મૂકવા માટે પહોંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ છત્રી અને રેઇનકોટ સાથે સ્કૂલે જતા જોવા મળ્યા હતા. બીજી તરફ, વહેલી સવારે આકાશમાં અંધારપટ છવાયેલો હોય અને ધોધમાર વરસાદ વરસતો હોવાથી કેટલાક વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સાતમથી દશેરા સુધી ઝાપટાંની શક્યતા

ખાસ કરીને નાનાં બાળકોના વાલીઓએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખી હતી. કેટલાક વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સાથે સંપર્ક કરીને સ્કૂલ ચાલુ છે કે રજા છે તેની માહિતી મેળવી હતી. ભારે વરસાદના પગલે સ્કૂલોને ડીઈઓ તરફથી સૂચના આપવામાં આવી કે પોતાની વિવેકબુદ્ધિથી જરૂર લાગે ત્યારે સ્કૂલમાં રજા જાહેર કરી દેવાની રહેશે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવા શાળા સંચાલકોને સૂચના અપાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Safety School Holiday Heavy Rain

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ