ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:32 PM, 18 September 2026
ADVERTISEMENT
Sugar Price: તહેવારોની મોસમ પહેલા સરકારે જથ્થાબંધ ખાંડના ગ્રાહકો માટે સ્ટોક હોલ્ડિંગ મર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી છે. જો કે 15 દિવસથી વધુનો સ્ટોક ફક્ત TRQ અને AAS યોજનાઓ હેઠળ આયાત કરાયેલ ખાંડનો હોવો જોઈએ.
ADVERTISEMENT
તહેવારોની મોસમ દરમિયાન ખાંડની માંગમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે સ્ટોક હોલ્ડિંગ મર્યાદામાં વધારો કર્યો છે. આવા ગ્રાહકો હવે 30 દિવસ માટે ખાંડનો સ્ટોક કરી શકશે. અગાઉ આ મર્યાદા 15 દિવસ હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે શુક્રવારે આ જાહેરાત કરી હતી.
આ ફેરફાર જથ્થાબંધ ગ્રાહકોને લાગુ પડે છે જેઓ ઉત્પાદન, વપરાશ અથવા અન્ય ઔદ્યોગિક ઉપયોગ માટે દર મહિને 10 ટનથી વધુ ખાંડનો ઉપયોગ કરે છે. જો કે સરકારે 15 દિવસથી વધુ સ્ટોક રાખવા માટે એક શરત મૂકી છે. વધારાનો સ્ટોક ફક્ત ટેરિફ રેટ ક્વોટા (TRQ) અથવા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (AAS) હેઠળ આયાત કરાયેલ ખાંડનો હોવો જોઈએ.
ADVERTISEMENT
સરકારે પહેલાથી જ ટેરિફ રેટ ક્વોટા હેઠળ 10 લાખ ટન ખાંડની આયાતને મંજૂરી આપી દીધી છે. વધુમાં AAS હેઠળ નિકાસ માટે ખરીદેલી ખાંડના સ્થાનિક વેચાણને મંજૂરી આપવામાં આવી છે. જોકે ખુલ્લા બજારમાંથી ખરીદેલી ખાંડ માટે સ્ટોક મર્યાદા પહેલાની જેમ 15 દિવસના વપરાશ પર રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / બાળકોના ફોર્મ્યૂલા મિલ્કને લઈ Nestle પર FSSAIની મોટી કાર્યવાહી, ખોટા દાવાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યું
સરકારે આ નિર્ણય શા માટે લીધો?
ADVERTISEMENT
સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ જથ્થાબંધ ગ્રાહકોની જરૂરિયાતો અને સ્થાનિક ખાંડ બજારમાં સ્થિરતા વચ્ચે સંતુલન જાળવવાનો છે. આનાથી તહેવારોની મોસમ દરમિયાન ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે વધુ સ્ટોકિંગની સુવિધા મળશે, જ્યારે વધારાનો સ્ટોક આયાતી ખાંડમાંથી આવશે, જેનાથી સ્થાનિક પુરવઠા પર દબાણ આવશે નહીં. દરમિયાન સરકારે ખાંડના ભાવ અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ