ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:15 PM, 18 September 2026
ADVERTISEMENT
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો IPO આજે 18 સપ્ટેમ્બરે બીજા દિવસે પણ જોરદાર રીતે આગળ વધી રહ્યો છે. બપોરે 3:00 વાગ્યા સુધીમાં કુલ સબ્સ્ક્રિપ્શન 100 ટકા સુધી પહોંચી ગયું હતું. ખાસ વાત એ છે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટેનો હિસ્સો 1.33–1.35 % ગણો અને કર્મચારીઓ માટેનો હિસ્સો 1.35–1.36 ગણો સબ્સ્ક્રાઇબ થઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે 19 ટકા અને રિટેલ રોકાણકારો માટે 65 ટકા સબ્સ્ક્રિપ્શન થયું છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. એટલે કે કંપની કોઈ નવા શેર જાહેર કરી રહી નથી. હાલના શેરહોલ્ડર્સ તેમના 12.64 કરોડ શેર વેચી રહ્યા છે. આમાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, જી.આઈ.સી., ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સહિત અનેક મોટા સંસ્થાઓ અને વિદેશી રોકાણકારો સામેલ છે. IPOમાંથી મળેલી રકમ કંપનીને નહીં પણ શેર વેચનારાઓને જ મળશે.
NSE દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. કંપની આ આઈપીઓથી લગભગ 22,561 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખી રહી છે. જેમાં પ્રાઈસ બેન્ડ 1,700થી 1,785 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે અને એક લોટમાં 8 શેર છે.
ADVERTISEMENT
આઈપીઓ 21 સપ્ટેમ્બરે બંધ થશે, 22 સપ્ટેમ્બરે એલોટમેન્ટ થશે અને 24 સપ્ટેમ્બરે BSEપર લિસ્ટિંગ થવાનું છે. IPO ખુલતા પહેલાં જ એન્કર રોકાણકારોએ 6746 કરોડ રૂપિયા રોક્યા હતા. કર્મચારીઓ માટે 70 કરોડ રૂપિયા સુધીના શેર રીઝર્વ રાખવામાં આવ્યા છે, જેમાં ફાઈનલ પ્રાઈસ પર 170 રૂપિયાની છૂટ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાકીના નેટ ઇશ્યૂમાં QIB માટે 50%, રિટેલ માટે 35% અને NII માટે 15% હિસ્સો રાખવામાં આવ્યો છે. હાલમાં GMP આશરે 110થી 142 રૂપિયા વચ્ચે રહ્યું છે (લગભગ 6–8%). પહેલાં જે 7.5–8% પ્રીમિયમ હતું, તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ મધ્યમ સ્તરનું પ્રીમિયમ દર્શાવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ