ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:14 PM, 18 September 2026
1/6
વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાની કિંમતોમાં ફરી એકવાર તેજીની હોડ જામી છે. આ દરમિયાન ગ્લોબલ ફાઇનાન્શિયલ ફર્મ જેફરીઝ (Jefferies) ના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વૂડે (Chris Wood) સોનાના ભાવ અંગે એક ચોંકાવનારો ટાર્ગેટ જાહેર કર્યો છે. વૂડના જણાવ્યા અનુસાર, અહીંથી સોનાના ભાવ બમણાથી પણ વધુ થઈ શકે છે અને તે વધીને 10,000 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી શકે છે.
2/6
ક્રિસ વૂડના પૃથક્કરણ મુજબ, યુએસ ફેડરલ રિઝર્વ પાસે વ્યાજદરોમાં લાંબા સમય સુધી મોટો વધારો કરવાની ક્ષમતા નથી. અમેરિકાની નાણાકીય ખાધ (Fiscal Deficit) એટલી વિશાળ છે કે તેના માટે ઊંચા બોન્ડ યીલ્ડને નિયંત્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. યુએસ બોન્ડ યીલ્ડને દબાવવાના પ્રયાસોને કારણે વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડશે. ડોલરના મૂલ્યમાં ઘટાડો થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં રોકાણકારોનો પ્રવાહ ઝડપથી વધશે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
નિષ્ણાતોના મતે, ડોલર લાંબા સમય સુધી નબળો રહેવાની સ્થિતિમાં ભારતને સૌથી વધુ આર્થિક લાભ થશે. ભારતીય ઘરોમાં પરંપરાગત રીતે સોનાનું મોટું ભંડોળ હોવાથી સ્થાનિક સંપત્તિના મૂલ્યમાં મોટો વધારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે એમસીએક્સ પર શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 516 વધીને રૂ. 153497 સુધી પહોંચ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ રૂ. 2565 વધીને રૂ. 240770 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ