ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Vastu Tips: ઘરમાં રહેલા આ 5 છોડને ભૂલથી પણ ફ્લોર પર ન મૂકો, જાણો વાસ્તુના સાચા નિયમો

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / Vastu Tips: ઘરમાં રહેલા આ 5 છોડને ભૂલથી પણ ફ્લોર પર ન મૂકો, જાણો વાસ્તુના સાચા નિયમો

Last Updated: 04:27 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં છોડ લગાવવાથી હરિયાળી અને સકારાત્મક ઊર્જા વધે છે, પરંતુ કેટલાક વિશેષ છોડને સીધા જમીન કે ફ્લોર પર રાખવા અશુભ માનવામાં આવે છે.

1/7

photoStories-logo

1. Vastu Tips: ઘરમાં રહેલા આ 5 છોડને ભૂલથી પણ ફ્લોર પર ન મૂકો, જાણો વાસ્તુના સાચા નિયમો

ઘરની સુંદરતા વધારવા અને વાતાવરણને સકારાત્મક બનાવવા માટે છોડ લગાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં છોડનું વિશિષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ, યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર રાખવામાં આવેલા છોડ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જોકે, વાસ્તુશાસ્ત્રમાં એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેટલાક છોડને સીધા જમીન કે ફ્લોર પર રાખવાને બદલે સ્ટેન્ડ અથવા ઊંચા સ્થાન પર રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં આર્થિક તંગી દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મની પ્લાન્ટ

મની પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને સીધા ફ્લોર પર મૂકવાને બદલે કોઈ ઊંચા સ્ટેન્ડ કે ટેબલ પર રાખવો જોઈએ. વાસ્તુ મુજબ મની પ્લાન્ટની વેલ ક્યારેય નીચે જમીન તરફ ન લટકવી જોઈએ, પરંતુ તેને ઉપરની દિશામાં આગળ વધવા દેવી જોઈએ. તેનાથી ઘરમાં આર્થિક ઉન્નતિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. જેડ પ્લાન્ટ

જેડ પ્લાન્ટને પણ પ્રોગ્રેસ અને આર્થિક વૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેને જમીન પર રાખવાને બદલે ઊંચા સ્ટેન્ડ પર મૂકવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં જેડ પ્લાન્ટ રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલસીનો છોડ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય અને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. તુલસીને ક્યારેય સીધા ફ્લોર પર ન રાખવો જોઈએ. તેને હંમેશા કોઈ બાજઠ, ઊંચી ચોકી કે કુંડાના સ્ટેન્ડ પર સ્થાપિત કરવાની પરંપરા છે. તેનાથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સ્નેક પ્લાન્ટ

હોમ ડેકોરેશન માટે સ્નેક પ્લાન્ટ ખૂબ લોકપ્રિય છે. વાસ્તુ મુજબ સ્નેક પ્લાન્ટને લાકડા અથવા ધાતુના સ્ટેન્ડ પર રાખવો ઉત્તમ માનવામાં આવે છે. યોગ્ય રીતે રખાયેલો આ છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. એરેકા પામ

એરેકા પામ કદમાં થોડો મોટો હોય છે અને ઘરને રોયલ લુક આપે છે. આ છોડને પણ સીધો જમીન પર મૂકવાને બદલે મજબૂત સ્ટેન્ડ પર રાખવો જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડિસ્ક્લેમર

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VastuTips MoneyPlant LuckyPlants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ