ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / પાસપોર્ટ બનાવતા પહેલાં જાણી લો નવા નિયમો, બાળકોની વેલિડિટીથી ફી સુધી બદલાયું; તત્કાલ, રિન્યૂઅલ અને રિપ્લેસમેન્ટ પણ મોંઘું
5 ફોટો ગેલેરી
Last Updated: 04:29 PM, 18 September 2026
1/5
પાસપોર્ટ બનાવવા કે રિન્યૂ કરાવવા જતા હોવ તો આ નવા નિયમો જરૂર જાણી લો. જેમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સંશોધન નિયમો 2026 જાહેર કરીને મહત્ત્વના ફેરફારો કર્યા છે. આ નિયમો 15 સપ્ટેમ્બરે સરકારી ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવી ગયા છે. ખાસ કરીને બાળકોના પાસપોર્ટની વેલીડીટી અને તમામ પ્રકારની સર્વિસની ફીમાં મોટો ફેરફાર થયો છે.
2/5
નાના બાળકો માટે સૌથી મોટો ફેરફાર એ છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અપાતો 36 પેજનો સામાન્ય પાસપોર્ટ હવે માત્ર 5 વર્ષ માટે માન્ય રહેશે કે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી. આ બેમાંથી જે વહેલું આવે તે મુજબ પાસપોર્ટની વેલીડીટી પૂરી થઈ જશે. એટલે કે અમુક કિસ્સાઓમાં 5 વર્ષ પૂરા થતા પહેલાં જ પાસપોર્ટ ઇનવેલીડ બની શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
નાના બાળકો માટે 36 પેજના સામાન્ય પાસપોર્ટની ફી હવે 1,750 રૂપિયા છે જે પહેલાં 1000 રૂપિયા હતા. તત્કાલ સેવા માટે 3000 રૂપિયા ભરવા પડશે. જેમાં 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને નવા પાસપોર્ટ પર 10 ટકા છૂટ મળતી રહેશે પણ રિ-ઇશ્યૂના કિસ્સામાં આ છૂટ મળશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ