ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ! HCના હુકમને સુપ્રીમ કોર્ટે ગણાવ્યો રદબાતલ
Last Updated: 09:55 AM, 19 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ મોલ અને કોમર્શિયલ સ્થળોએ પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રસ્તો ખુલ્યો છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાય નહીં તેવો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ હુકમને રદબાતલ ગણાવ્યો છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા અંગેનો મુદ્દો લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. હાઇકોર્ટના અગાઉના આદેશમાં મોલ અને કોમર્શિયલ સ્થળોએ આવતા મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ માટે ચાર્જ વસૂલવા અંગે મનાઈ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ મોલ સંચાલકો અને અન્ય કોમર્શિયલ સ્થળોના સંચાલકો તરફથી આ મુદ્દે કાનૂની લડત આગળ વધારવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ અને તેના નિયમો નક્કી કરવાની પ્રક્રિયા સરકાર, સંબંધિત સ્થાનિક સત્તા મંડળ અથવા મોલ સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવશે. એટલે કે પાર્કિંગ માટે કેટલો ચાર્જ લેવો, કયા નિયમો લાગુ પડશે અને પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે તે અંગેની નીતિ બનાવવાનો માર્ગ હવે ખુલ્યો છે. આ નિર્ણયની સીધી અસર અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરાવતા વાહનચાલકો પર પડી શકે છે.
ADVERTISEMENT
આ મામલે સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકારે પાર્કિંગ પોલિસી બનાવવી પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગને લગતી નીતિ તૈયાર કરવામાં આવશે. આ પોલિસીમાં મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને અન્ય સંબંધિત સ્થળોએ પાર્કિંગ ચાર્જ તથા તેના નિયમો અંગે સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. હાલમાં પાર્કિંગ ચાર્જ મામલે અલગ-અલગ સ્થળોએ જોવા મળતી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક નીતિ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોલ અને કોમર્શિયલ સ્થળોએ આવતા મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવા સામે નિર્ણય આપ્યો હતો. 2019માં હાઇકોર્ટે અમદાવાદના મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ફી વસૂલવા અંગે મહત્વનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ મોલ સંચાલકોને નિર્ધારિત શરતો હેઠળ પાર્કિંગ ચાર્જ વસૂલવાની વચગાળાની મંજૂરી પણ આપી હતી.
ADVERTISEMENT
હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગને લઈને નવી વ્યવસ્થા બનશે. જોકે, પાર્કિંગ ચાર્જ કેટલો રહેશે અને કયા નિયમો હેઠળ વસૂલવામાં આવશે તે અંગેની અંતિમ સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા પાર્કિંગ પોલિસી બનાવ્યા બાદ થશે. તેથી હવે સરકારની નવી પાર્કિંગ પોલિસી પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.