ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / UPI ચાર્જની અસર હવે પેટ્રોલ પંપ સુધી? ઓનલાઈન પેમેન્ટને બાય-બાય, લાગ્યાં કેશ પેમેન્ટના પોસ્ટર

Business / UPI ચાર્જની અસર હવે પેટ્રોલ પંપ સુધી? ઓનલાઈન પેમેન્ટને બાય-બાય, લાગ્યાં કેશ પેમેન્ટના પોસ્ટર

Published By: Nidhi Panchal

Last Updated: 10:22 AM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI વ્યવહારો પર MDR લાગુ કરવાની તૈયારીમાં છે. નિયમ લાગુ થાય તે પહેલાં જ રાજસ્થાનના અલવરમાં પેટ્રોલ પંપ પર રોકડ ચુકવણીના પોસ્ટર લાગતાં ગ્રાહકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI વ્યવહારો પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે UPI MDR લાગુ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ ચાર્જ હજી લાગુ થયો નથી, તે પહેલાં જ તેની અસર જોવા મળવા લાગી છે. દુકાનદારો અને વેપારીઓમાં ઘટતા માર્જિનને લઈને ચિંતા છે. ખાસ કરીને પેટ્રોલ પંપ પર હવે આ મામલે અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે.

UPI-Payment

રાજસ્થાનના અલવરથી આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, ઘણા પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનો પર રોકડ ચુકવણી અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા ગ્રાહકોને ₹2,000થી વધુની ચુકવણી ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. કેટલાક સ્થળોએ ઈંધણ માટે ઓનલાઈન ચુકવણી સ્વીકારવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે. UPI MDR ચાર્જને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ સ્થિતિ સામે આવી છે.

નવો ચાર્જ ઓક્ટોબરથી લાગુ થવાનો

પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે આ નવો ચાર્જ ઓક્ટોબરથી લાગુ થવાનો છે. હાલ તેઓ UPI દ્વારા ચુકવણી સ્વીકારી રહ્યા છે, પરંતુ જેમ જેમ ગ્રાહકોમાં આ નિયમ અંગે જાગૃતિ વધી રહી છે તેમ તેમ ₹2,000થી વધુની UPI ચુકવણી ટાળવાની શરૂઆત થઈ છે. સંચાલકોના જણાવ્યા મુજબ, તેમને UPI MDR અંગે હજુ સુધી સ્પષ્ટ સૂચનાઓ મળી નથી. તેમ છતાં, કેટલાક લોકોએ રોકડ ચુકવણી સ્વીકારવાનું શરૂ કરી દીધું છે અને ગ્રાહકોને રોકડ ચુકવણી અંગે જાણકારી આપવામાં આવી રહી છે.

ગ્રાહકોમાં પણ UPI MDRને લઈને મૂંઝવણ જોવા મળી

બીજી તરફ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવતા ગ્રાહકોમાં પણ UPI MDRને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે. ગ્રાહકોનું કહેવું છે કે આ અંગે સચોટ માહિતી મળતી નથી. જેના કારણે લોકો ₹2,000થી વધુની ઓનલાઈન ચુકવણી ટાળી રહ્યા છે. જો ઈંધણની કિંમત ₹2,000થી વધુ થાય તો કેટલાક ગ્રાહકો બે કે ત્રણ હપ્તામાં UPI દ્વારા અલગ-અલગ ચુકવણી ટ્રાન્સફર કરી રહ્યા છે.

આખરે સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે

ગ્રાહકોનું કહેવું છે કે જો MDR ચાર્જના કારણે વેપારીઓ પર કોઈ અસર પડશે તો તેની અસર આખરે સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે. લોકોનું માનવું છે કે વેપારીઓ પોતાના ખિસ્સામાંથી કોઈ કર ચૂકવશે નહીં અને ભવિષ્યમાં તેની અસર ખાદ્યપદાર્થો સહિત અન્ય વસ્તુઓના ભાવ પર પણ જોવા મળી શકે છે. ગ્રાહકોનું કહેવું છે કે સરકારે અચાનક આવા ચાર્જ લાગુ કરતા પહેલાં તેની અસર અંગે વિચાર કરવો જોઈએ અને આ મામલે પુનર્વિચાર કરવાની જરૂર છે.

UPI

હવે વાત કરીએ પેટ્રોલ પંપ પર લાગનારા MDRની. NPCIના પરિપત્ર મુજબ UPI MDR ચાર્જ માત્ર 4% પસંદગીના વેપારીઓને અસર કરશે, જ્યારે 96% નાના વેપારીઓ આ વ્યવસ્થામાં આવરી લેવામાં આવતા નથી. ₹2,000થી વધુના વ્યવહારો પર માત્ર આ 4% વેપારીઓ પાસેથી MDR વસૂલવામાં આવશે અને તેની મહત્તમ મર્યાદા ₹300 સુધીની રહેશે. દર મહિને ₹1 લાખ સુધીની કમાણી કરતા વેપારીઓ તેમજ ₹2,000 સુધીના વ્યવહારો મેળવનારા વેપારીઓને આ ચાર્જની અસર નહીં થાય.

ફ્લેટ-રેટ મોડેલ કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો

UPI પેમેન્ટના MDRમાં ફ્લેટ-રેટ મોડેલ કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરી હેઠળ આવતી UPI ચુકવણીઓમાં પેટ્રોલ પંપના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. તેથી પેટ્રોલ પંપ માટે ₹2,000થી વધુની UPI ચુકવણી પર સામાન્ય 0.4% MDR લાગુ નહીં થાય, પરંતુ ફ્લેટ રેટ પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.

આ પણ વાંચો : ભાવનગર રેલવે ક્વાર્ટરમાં ડુપ્લિકેટ દારૂ ફેક્ટરીનો પર્દાફાશ, 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય મુખ્ય આરોપીઓને જેલહવાલે કરાયા

આ ફ્લેટ-રેટ મોડેલ મુજબ, ગ્રાહક પેટ્રોલ પંપ પર ₹10,000 કે તેથી વધુનું ઈંધણ ભરાવે તો પણ તેના વ્યવહાર પર ફ્લેટ ₹5 MDR વસૂલવામાં આવશે. એટલે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી થતી ચુકવણી માટે રિટેલર્સ પર ઓછો MDR રાખવાનો હેતુ ડિજિટલ પેમેન્ટને તેમના માટે પરવડે તેવું રાખવાનો છે. જોકે, નિયમ લાગુ થાય તે પહેલાં જ અલવરના કેટલાક પેટ્રોલ પંપ પર રોકડ ચુકવણીના પોસ્ટર અને ₹2,000થી વધુની UPI ચુકવણી અંગેની મૂંઝવણ ચર્ચામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital Payment UPI MDR Petrol Pump Payment

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ