ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદમાં HSRP નંબર પ્લેટ ખોવાઈ ગઈ? જાણો નવી પ્લેટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

અમદાવાદ / વરસાદમાં HSRP નંબર પ્લેટ ખોવાઈ ગઈ? જાણો નવી પ્લેટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

Published By: Vishal Khamar

Last Updated: 01:04 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદમાં HSRP નંબર પ્લેટ તૂટી કે ખોવાઈ જાય તો શું કરવું? પોલીસમાં અરજી, જરૂરી દસ્તાવેજો, સર્ટિફિકેટ અને નવી નંબર પ્લેટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

ADVERTISEMENT

બીજા રાઉન્ડના મુશળધાર વરસાદ બાદ ઠેરઠેર પાણી ભરાતાં હજારો વાહનો પાણીમાં ફસાયાં હતાં. પાણીના ધસમસતા પ્રવાહ અને વાહનો પાણીમાંથી પસાર થતાં અનેક વાહનોની હાઈ સિક્યોરિટી ર‌િજસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) તૂટી કે નીકળી ગઈ હતી. અગાઉ પડેલા વરસાદમાં પણ મોટી સંખ્યામાં નંબર પ્લેટ નીકળી ગઈ હતી. મોટા ભાગના વાહનચાલકોને તેમની નંબર પ્લેટ પરત મળી ગઈ છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો નંબર પ્લેટ વગર વાહન ચલાવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે નંબર પ્લેટ ખોવાઈ જાય તો કરવું શું?

વાહનચાલકોએ સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશન અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ. ત્યાં નંબર પ્લેટ વરસાદના પાણીમાં ખોવાઈ ગઈ કે તૂટી ગઈ હોવાની અરજી કરવાની રહેશે. પોલીસ વાહનચાલકનું નિવેદન નોંધ્યા બાદ સર્ટિફિકેટ આપશે. આ સર્ટિફિકેટ નવી નંબર પ્લેટ કઢાવવા માટે મહત્ત્વનું રહેશે એટલે કે નંબર પ્લેટ ગુમ થયા બાદ આરટીઓના ધક્કા ખાવા કે નંબર પ્લેટ વગર વાહન ચલાવતાં રહેવા કરતાં સૌપ્રથમ પોલીસમાં જાણ કરવી જરૂરી છે. વાહનચાલકે પોલીસ સ્ટેશનમાં જતી વખતે આરસી બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ઓળખપત્ર સાથે રાખવું જોઈએ. અરજી કર્યા બાદ જાણવા જોગ નોંધની કોપી અને પોલીસનું સર્ટિફિકેટ મેળવી લેવું. ત્યાર બાદ સર્ટિફિકેટના આધારે નવી નંબર પ્લેટની પ્રક્રિયા કરી શકાય છે. ઘણા ચાલકોનું કહેવું છે તકલાદી બોલ્ટના કારણે નંબર પ્લેટ નીકળી જાય છે. ટ્રાફિકના જોઈન્ટ પોલીસ ક‌િમશનર અશ્વિન ચૌહાણના જણાવ્યા મુજબ નંબર પ્લેટ ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અરજી કરવી. પોલીસ નિવેદન નોંધ્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ અગાઉ વાહનચાલકોને નંબર પ્લેટ ખોવાઈ જવાના કિસ્સામાં પોલીસ સ્ટેશનથી સર્ટિફિકેટ આપવા સ્પષ્ટ સૂચના આપી હતી.

ક્યાંક તરત સર્ટિફિકેટ તો ક્યાંક સોગંદનામું માગતાં વાહનચાલકો મુંઝાયા

નંબર પ્લેટ ખોવાઈ જવાના કિસ્સામાં પોલીસ સ્ટેશન પ્રમાણે કાર્યવાહી અલગ હોવાના કારણે પણ વાહનચાલકો મુંઝાઈ રહ્યા છે. મેઘાણીનગરમાં રહેતા રાજુ નામના યુવકની બાઈકની નંબર પ્લેટ વરસાદ દરમિયાન નીકળી ગઈ હતી. રાજુ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને સોગંદનામું કરીને લાવવાનું કહેવામાં આવ્યું હતું, બીજી તરફ સેટેલાઈટમાં રહેતા રૂપેશ નામના યુવકની કારની નંબર પ્લેટ પણ વરસાદમાં નીકળી ગઈ હતી. રૂપેશને પોલીસ સ્ટેશને તરત જ જરૂરી પ્રક્રિયા કરી સર્ટિફિકેટ આપવાની કાર્યવાહીની વાત કરી હતી. આમ, બે અલગ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ ગુમ થવાના કિસ્સામાં અલગ અલગ પ્રક્રિયા સામે આવી હતી, જેના કારણે વાહનચાલકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે ખરેખર શું કરવું? જો કોઈ પોલીસ સ્ટેશનમાં સોગંદનામું રજૂ કરવા જણાવવામાં આવે તો વાહનચાલકે પરેશાન થવાની જરૂર નથી. સમગ્ર હકીકત પીઆઈને જણાવવી અને નંબર પ્લેટ કયા સંજોગોમાં ગુમ થઈ તેની માહિતી આપવી. પોલીસ અધિકારીને મળ્યા બાદ જરૂરી પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવી શકાય છે.

અમદાવાદ પોલીસે પ૦૦થી વધુ નંબર પ્લેટ સાચવી

મુશળધાર વરસાદ દરમિયાન રસ્તા પરથી પોલીસને પ૦૦થી વધુ નંબર પ્લેટ મળી આવી હતી. આ તમામ નંબર પ્લેટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા નંબર પ્લેટના માલિકોની ઓળખ કરીને પરત આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ર૦૦થી વધુ નંબર પ્લેટ તેમના માલિકોને પરત આપવામાં આવી છે. વાહનચાલકોએ પોતાની નંબર પ્લેટ મળી છે કે નહીં તે જાણવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં તપાસ કરવી જોઈએ. જો નંબર પ્લેટ ન મળે તો પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી સર્ટિફિકેટ મેળવી નવી નંબર પ્લેટ કઢાવવી જોઈએ.

નંબર પ્લેટ વગર વાહન ચલાવવાથી શું જોખમ?

નંબર પ્લેટ વગર વાહન ચલાવવાથી ટ્રાફિક પોલીસ દ્વારા મેમો થઈ શકે છે. આ ઉપરાંત વાહન ચોરાઈ જાય અથવા અન્ય કોઈ ગુનામાં તેનો ઉપયોગ થાય તો વાહનની ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ખોવાયેલી નંબર પ્લેટનો કોઈ વ્યક્તિ દુરુપયોગ ન કરે તે માટે પોલીસને જાણ કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ

નંબર પ્લેટ ખોવાય તો આ છ કામ કરો

* નજીકના પોલીસ સ્ટેશન અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જાઓ.

* નંબર પ્લેટ વરસાદમાં ખોવાઈ કે તૂટી હોવાની અરજી આપો.

* આરસી બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ઓળખપત્ર સાથે રાખો.

* પોલીસનું નિવેદન નોંધાવી જાણવા જોગ નોંધની કોપી લો.

* પોલીસ પાસેથી સર્ટિફિકેટ મેળવી તેની કોપી સાચવો.

* નંબર પ્લેટ ન મળે તો સર્ટિફિકેટના આધારે નવી નંબર પ્લેટ કઢાવો.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

number plate replacement lost number plate HSRP number plate lost

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ