ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં બ્યુટીપાર્લર સંચાલિકાની કોણે કરી હત્યા? પોલીસે ઉકેલી નાખ્યો ભેદ, નામ ચોંકાવનારા
Last Updated: 06:38 PM, 19 September 2026
ADVERTISEMENT
રાજકોટના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા બાપા સીતારામ પાર્કમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યાથી ચકચાર મચાવનારા બનાવમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે. મૂળ આગ્રાના અને મૃતકના ઘરની નજીક રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે સગા ભાઈઓ દ્વારા લૂંટના ઇરાદે મોડી રાત્રે બ્યુટી પાર્લર સંચાલિતાના ઘરમાં ઘૂસ્યા હતા. મહિલાએ પ્રતિકાર કરતાં તેના ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરી રૂ.40 હજારની રોકડ લઈને બંને ફરાર થઈ ગયા હતા. તેમજ પોલીસને શક ન જાય તે માટે બંને ઘર મુકીને ફરાર થયા ન હતા.
ADVERTISEMENT
17 સપ્ટેમ્બરે શું બન્યું હતું?
17 સપ્ટેમ્બરના રોજ બાપા સીતારામ પાર્કમાં રહેતા ગીતાબેન વાજાની તેમના ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને LCBની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં પોલીસને હત્યા સંદર્ભે શંકા મૃતક ગીતા વાજાના દીકરા આશિષ પર હતી. કારણકે હત્યાના ગણતરીના કલાકો પુર્વે પોતાની માતાને મળ્યો હતો. તેમજ રાત્રે પિતા સાથે સલૂનમાં જ સુઈ રહ્યો હતો. તેમજ સવારે ઘરે પરત ફરતા માતાની હત્યા થઈ હોવાની જાણ પણ આશિષ દ્વારા જ કરવામાં આવી હતી. પરંતુ તેની પૂછપરછ અને ટેકનિકલ બાબતો તપાસતા તેની ભૂમિકા ન હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમજ બનાવ સ્થળની નજીકના વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવતા કેટલાક શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવ્યા હતા. જેમાં પ્રજાપતિ ભાઈઓનો પણ સમાવેશ થતો હતો. તેમજ તેમની સાથે રહેતા અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શનિ અને રામનરેશે હત્યાની કબુલાત આપી હતી.
ADVERTISEMENT
હત્યા કરીને રોકડ રકમ લઈને ફરાર
બંને આરોપીઓ મૃતકના ઘર નજીક થોડા સમય પહેલાં જ રહેવા આવ્યા હતા. 14 સપ્ટેમ્બરના રોજ ગીતાબેન બહારથી ઘરેણાં પહેરીને ઘરે પરત ફર્યા હતા. બંને આરોપીઓની નજર તેમના પર પડી હતી. રામનરેશ પર પોતાના વતનમાં આશરે રૂ.2 લાખનું દેવું હોવાનું અને તેને નાણાંની જરૂરિયાત હોવાથી તેણે ગીતાબેનના ઘરે લૂંટ કરવાનો વિચાર કર્યો હતો તેમજ ત્યારબાદ તેણે પોતાના ભાઈ શનીકુમાર સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો બંને આરોપીઓ 16-17 સપ્ટેમ્બરની રાત્રે કેટરિંગનું કામ પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રે બે થી અઢી વાગ્યાની વચ્ચે તેઓ પોતાના મકાનની અગાસી પરથી મૃતકના મકાનની અગાસી પર પહોંચ્યા હતા. અગાસી પરથી સીડી મારફતે નીચે ઉતરી તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરના અંદરના દરવાજો ખુલ્લો હોવાથી બંને સરળતાથી અંદર પહોંચી ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ દરમિયાન ગીતાબેન જાગી જતા તેમણે બૂમાબૂમ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, લૂંટારુઓએ પૈસાની માંગણી કરી હતી અને મહિલાએ પ્રતિકાર કરતાં બંનેએ તેમની પાસે રહેલી છરી વડે ગળાના ભાગે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાના કારણે ગીતાબેનનું મોત થયું હતું. આરોપીઓ ત્યારબાદ ઘરમાંથી રૂ.40 હજાર રોકડ લઈને ફરાર થઈ ગયા હોવાનું પોલીસનું કહેવું છે.
ADVERTISEMENT
મકાનની અગાશી પર લોહીવાળા કપડાં સળગાવ્યાં
ADVERTISEMENT
હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાના મકાનની અગાસી પર પરત ફર્યા હતા. પોલીસ તપાસ મુજબ, હુમલા દરમિયાન કપડાં પર લોહીના ડાઘ પડ્યા હોવાથી બંનેએ પુરાવાનો નાશ કરવાના ઇરાદે પોતાના મકાનની છત પર કપડાં સળગાવી દીધા હતા. હાલ પોલીસે લૂંટેલી રોકડ રકમ અને હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન રામનરેશની પૂછપરછમાં શરૂઆતમાં તેણે ઠેકેદાર સહિત પાંચ વ્યક્તિઓની સંડોવણી હોવાની વાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તેના આધારે પોલીસે સંબંધિત શખ્સોની પણ પૂછપરછ કરી હતી. જોકે તપાસ દરમિયાન તેમની સંડોવણી અંગે કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવતા પોલીસે ફરી રામનરેશની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ રામનરેશે ઠેકેદાર સહિતના શખ્સોના નામ ખોટી રીતે આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસનો દાવો છે કે, ઠેકેદાર પાસેથી પૈસાની માંગણી કરી હતી, પરંતુ પૈસા ન મળતાં તેને ફસાવવાના ઇરાદે તેનું નામ આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.