ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગના 10માં માળેથી ઝંપલાવીને યુવતીએ આત્મહત્યા કરી, મચી ચકચાર

ક્રાઈમ / રાજકોટ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગના 10માં માળેથી ઝંપલાવીને યુવતીએ આત્મહત્યા કરી, મચી ચકચાર

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 03:51 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિગના 10માં માળેથી ઝંપલાવીને એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.

ADVERTISEMENT

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો જે બાદ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને 108 ટિમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાનું કારણ અકબંધ

યુનિવર્સીટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશએ જણાવ્યું હતું કે, મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય સૌબર્નિકા વ્યંકટેશ અલ્લાએ આજે સવારે મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની એ વિંગના 10માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતા તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. સૌબર્નિકા અમારી યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનીયર માં AI બેઝ અભ્યાસ કરતી હતી પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે કોઈ માહિતી નથી હાલ પોલીસ તપાસ ચાલુ છે.

વધુ વાંચો : શ્રદ્ધાળુઓથી ભરેલી કાર વરસાદી નાળામાં ખાબકી, 8 લોકોના મોતથી હડકંપ

લાશનું પીએમ કરાયું

આપઘાતના બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક વિધાર્થીનીના પરિવાર પર આભ ફાટ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ