ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 1 ઓક્ટોબરથી બદલાશે LPG સિલિન્ડર બુકિંગનો નિયમ, સરકારે જણાવ્યું, ''હવે શું કરવું?''

Business / 1 ઓક્ટોબરથી બદલાશે LPG સિલિન્ડર બુકિંગનો નિયમ, સરકારે જણાવ્યું, ''હવે શું કરવું?''

Published By: Nidhi Panchal

Last Updated: 10:17 AM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ઓક્ટોબર, 2026થી ઘરેલુ LPG સિલિન્ડર બુક કરવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સબસિડીવાળા LPG સિલિન્ડર માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (BAA) કરાવવું ફરજિયાત રહેશે.

ADVERTISEMENT

ઓક્ટોબર મહિનો LPG વપરાશકર્તાઓ માટે એક મોટા નિયમ ફેરફાર સાથે શરૂ થવાનો છે. 1 ઓક્ટોબર, 2026થી ઘરેલુ LPG સિલિન્ડર બુકિંગ માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (BAA) ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે ગ્રાહકો નિયમન કરેલ છૂટક વેચાણ કિંમત પર લાગુ સબસિડી સાથે LPG રિફિલ બુક કરાવવા માંગે છે, તેમણે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરવું પડશે. સરકારે આ નિયમ પાછળનો હેતુ પણ સ્પષ્ટ કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, આ પગલાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીવાળા LPG સિલિન્ડરનો લાભ માત્ર પાત્ર પરિવારો સુધી જ પહોંચે.

lpg-simple

સરકાર 1 ઓક્ટોબરથી ઘરેલુ LPG ગ્રાહકો માટે સિલિન્ડર બુક કરવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવા નિયમ મુજબ, જે ગ્રાહકો સબસિડીવાળા દરે LPG સિલિન્ડર મેળવવા માંગે છે, તેમણે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ કરાવવું પડશે. જો કોઈ ગ્રાહક 1 ઓક્ટોબર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેનો LPG સિલિન્ડર મળવાનું બંધ થશે નહીં. જોકે, આવા ગ્રાહકોને સિલિન્ડર બજાર ભાવે ખરીદવો પડશે અને સરકાર દ્વારા આપવામાં આવતી LPG સબસિડીનો લાભ મળશે નહીં. એટલે કે, સમયમર્યાદા સુધી બાયોમેટ્રિક પ્રમાણીકરણ નહીં કરાવનાર ગ્રાહક માટે સિલિન્ડર મોંઘો પડી શકે છે.

ગેસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 19 સપ્ટેમ્બર, શનિવાર સુધીમાં દેશમાં 274.3 મિલિયન એટલે કે આશરે 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી લીધું છે. આ કુલ LPG વપરાશકર્તાઓના આશરે 89.9 ટકા છે. ખાસ વાત એ છે કે જે ગ્રાહકોએ અગાઉથી બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી લીધું છે, તેમણે ફરીથી આ પ્રક્રિયા કરવાની જરૂર નથી. સરકારે બાકીના LPG ગ્રાહકોને પણ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે.

સિલિન્ડર પર પરોક્ષ સબસિડી આશરે ₹210

LPG સિલિન્ડર પર મળતી સબસિડીની વાત કરીએ તો સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડર પર પરોક્ષ સબસિડી આશરે ₹210 છે. જે LPG ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ કર્યું નથી, તેઓ આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સબસિડીવાળા દરે LPG સિલિન્ડર બુક કરાવી શકશે. સરકારના આ પગલાથી સબસિડીવાળા ઘરેલુ સિલિન્ડરોના વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉપયોગને રોકવામાં મદદ મળશે. આ ઉપરાંત ડુપ્લિકેટ અને અયોગ્ય LPG કનેક્શનની ઓળખ કરવામાં પણ મદદ મળશે.

રાષ્ટ્રવ્યાપી અભિયાન ઓક્ટોબર 2023થી ચાલી

બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ માટેની પ્રક્રિયા નવી નથી. દેશમાં આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ઓક્ટોબર 2023થી ચાલી રહ્યું છે. સરકારે અગાઉ પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે. શરૂઆતમાં આ ફરજિયાત પ્રક્રિયા આ વર્ષના 30 જૂન સુધીમાં પૂર્ણ કરવાની હતી. ત્યારબાદ LPG ગ્રાહકોને રાહત આપતા સમયમર્યાદા 14 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી હતી. હવે 1 ઓક્ટોબર, 2026થી આ નિયમનો અમલ થવાનો છે. તેથી જે ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ કરાવ્યું નથી, તેમણે સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

આ પણ વાંચો : 1 ઓક્ટોબર પહેલાં કરી લો આ એક કામ, નહીંતો LPGની સબ્સિડી મળતી બંધ થઇ જશે

બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ કરાવવા માટે LPG ગ્રાહકોએ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ગ્રાહકો LPG સિલિન્ડરની ડિલિવરી દરમિયાન પણ બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવી શકે છે. આ ઉપરાંત પોતાના ગેસ વિતરકના શોરૂમની મુલાકાત લઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. જો કોઈ ગ્રાહક ઘરે બેઠા આ પ્રક્રિયા કરવા માંગે છે, તો સરકારી તેલ કંપનીઓની મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી શકાય છે. આમ, 1 ઓક્ટોબરથી સબસિડીવાળા LPG સિલિન્ડરનો લાભ ચાલુ રાખવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરવું મહત્વપૂર્ણ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Booking, Biometric Aadhaar Authentication LPG Subsidy

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ