ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં નર્મદા કેનાલમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળ્યા, હાથ બાંધેલા હોવાની ચર્ચા

તપાસ / મહેસાણામાં નર્મદા કેનાલમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળ્યા, હાથ બાંધેલા હોવાની ચર્ચા

Published By: Vishal Khamar

Last Updated: 11:30 AM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના નાની કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંનેના હાથ બાંધેલા હોવાની સ્થાનિકોમાં ચર્ચા, તપાસ શરૂ.

ADVERTISEMENT

મહેસાણા: નાની કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. કેનાલ નજીકથી પસાર થઈ રહેલા રાહદારીઓની નજર મૃતદેહો પર પડતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત

બે યુવતીઓના મૃતદેહ કેનાલમાં જોવા મળતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો પણ સ્થળ પર પહોંચી હોવાનું જાણવા મળે છે.

બંને યુવતીઓના હાથ બાંધેલા હતા

સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બંને યુવતીઓના હાથ બાંધેલા હતા. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. મૃતદેહોની ઓળખ અને તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં આવશે મોટી બદલીઓ, ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કલહ, જેન ઝી જ બનશે ભાજપની તારણહાર?

પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા

બંને યુવતીઓ કેનાલમાં કેવી રીતે પહોંચી અને ઘટનાના સંજોગો શું હતા તે અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nani Kadi news two women bodies found Mehsana Narmada Canal

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ