ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / રશિયામાં મોસ્કો પર મોટો એટેક, યુક્રેને 1000થી વધુ ડ્રોન છોડ્યાનો દાવો

વિશ્વ / રશિયામાં મોસ્કો પર મોટો એટેક, યુક્રેને 1000થી વધુ ડ્રોન છોડ્યાનો દાવો

Published By: Nidhi Panchal

Last Updated: 02:48 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો અને આસપાસના વિસ્તારો પર મોટા પાયે ડ્રોન હુમલો થયો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ 1000થી વધુ ડ્રોન હુમલામાં ઉપયોગમાં લેવાયા, જ્યારે મોસ્કોની ઓઇલ રિફાઇનરીને પણ નુકસાન થયું છે. હુમલા બાદ રિફાઇનરી વિસ્તારમાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. મોસ્કો ક્ષેત્રમાં બે લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે રશિયાએ આ હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે.

ADVERTISEMENT

રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં ભીષણ ડ્રોન હુમલો થયો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ યુક્રેન તરફથી રશિયા પર 1,000થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા. મોસ્કો શહેરને નિશાન બનાવી મોટી સંખ્યામાં ડ્રોન મોકલવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાને મોસ્કો પર થયેલા સૌથી મોટા ડ્રોન હુમલાઓમાંથી એક ગણાવ્યો છે. રશિયન દાવા મુજબ શનિવારથી અત્યાર સુધીમાં 1,600થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે, જેમાં લગભગ 450 ડ્રોન મોસ્કો તરફ આવી રહ્યા હતા.

ukkkk

હુમલામાં મોસ્કોની એક ઓઇલ રિફાઇનરીને નુકસાન થયું છે. ડ્રોન રિફાઇનરીના વિસ્તારમાં પહોંચ્યા બાદ ત્યાં આગ લાગી હતી. ઘટનાસ્થળેથી દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. વિસ્ફોટોના અવાજ પણ સંભળાયા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પણ દૂર આગ સળગતી અને આકાશમાં ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક ડ્રોન રિફાઇનરીના પરિસરમાં પહોંચ્યા હતા. એક ડ્રોન રહેણાંક ઇમારત સાથે પણ અથડાયું હતું.

મોસ્કો ક્ષેત્રમાં બે લોકોનાં મોત થયાના અહેવાલ

આ હુમલામાં મોસ્કો ક્ષેત્રમાં બે લોકોનાં મોત થયાના અહેવાલ છે. રામેન્સકોયે વિસ્તારમાં એક 21 માળની રહેણાંક ઇમારતને નુકસાન થતાં લગભગ 400 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 70 બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ મોસ્કો શહેરમાં રિફાઇનરી પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રવિવારે ટેલિગ્રામ પર જણાવ્યું

મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને રવિવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે આ હુમલો ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે દાવો કર્યો કે હુમલાનો આ હેતુ સફળ થયો નથી અને ચૂંટણીનું મતદાન ચાલુ રહ્યું હતું. યુક્રેને હજુ સુધી આ હુમલા અંગે રશિયાના આરોપોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બંને દેશો સામાન્ય રીતે એકબીજા પર થતા હુમલાઓમાં નાગરિકોને નિશાન ન બનાવવાનો દાવો કરે છે.

ઝેલેન્સ્કીએ મોસ્કો ક્ષેત્રમાં યુક્રેનની લાંબા અંતરની કાર્યવાહીની અસર

દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ મોસ્કો ક્ષેત્રમાં યુક્રેનની લાંબા અંતરની કાર્યવાહીની અસર અંગે વાત કરી હતી. તેમણે રશિયાની એક મહત્વપૂર્ણ તેલ ઉત્પાદન સુવિધા અને લોજિસ્ટિક્સ સુવિધાને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો. ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ આવી સુવિધાઓ રશિયાના યુદ્ધ મશીનને અબજો ડોલરનું ભંડોળ પૂરું પાડે છે. તેમણે આ કાર્યવાહીમાં FP-1, RZ-100, MICH-2000, Palianytsia, Vendetta, Liutyi, Bars, Flamingo, Sichen અને Pelican જેવી સિસ્ટમોનો ઉપયોગ થયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુક્રેનિયન સુરક્ષા સેવા, માનવરહિત સિસ્ટમ્સ ફોર્સ, સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ, ડિફેન્સ ઇન્ટેલિજન્સ અને ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

ક્ષેત્રમાં આવેલી એક સુવિધા પર પણ હુમલો

ઝેલેન્સ્કીએ રશિયાના વોરોનેઝ ક્ષેત્રમાં આવેલી એક સુવિધા પર પણ હુમલો થયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મોસ્કોને યુદ્ધનો અંત લાવવા અને શાંતિનો માર્ગ પસંદ કરવાની અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ઊર્જા અને ખાદ્ય સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં તણાવ ઘટાડવાના રસ્તાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેના માટે રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી છે.

ચૂંટણીના અંતિમ દિવસે હુમલો

આ સમગ્ર હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયામાં સંસદીય ચૂંટણી માટે મતદાનનો ત્રીજો અને અંતિમ દિવસ ચાલી રહ્યો છે. રશિયામાં 18થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ મતદાન થઈ રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં રશિયાની સંપૂર્ણ સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ આ પહેલી સંસદીય ચૂંટણી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ક્રેમલિન આ ચૂંટણીને યુક્રેન યુદ્ધ સહિત તેમની નીતિઓ માટેના જાહેર સમર્થનની કસોટી તરીકે રજૂ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકન આર્મીએ કેરેબિયન સીમાં ફરી વરસાવ્યા બોમ્બ, ડ્રગ માફિયાનું જહાજ ધ્વસ્ત

રશિયન ચૂંટણીનું પરિણામ મોટાભાગે અગાઉથી નક્કી માનવામાં આવે છે અને યુનાઇટેડ રશિયા પાર્ટી સત્તા પર પોતાનો કબજો જાળવી રાખે તેવી શક્યતા છે. જોકે, યુદ્ધ અને આર્થિક દબાણને કારણે લોકોમાં થાક જોવા મળી રહ્યો હોવાની ચર્ચા પણ છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ પરિસ્થિતિ કેટલાક વિરોધી પક્ષોને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો પર થયેલો મોટો ડ્રોન હુમલો રશિયા માટે સુરક્ષા અને રાજકીય બંને દૃષ્ટિએ મહત્વની ઘટના બની ગયો છે. હાલ હુમલાથી થયેલા નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન ચાલી રહ્યું છે અને હુમલા અંગે યુક્રેન તરફથી સત્તાવાર સ્પષ્ટતા બાકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Oil Refinery Fire Moscow Drone Attack Russia Ukraine War

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ